જીલ્લા જેલમાંથી આ નામચીન સખ્સ પાસેથી મોબાઈલ મળી આવ્યો

0
695

જામનગર : જામનગર જીલ્લા જેલમાં અમદાવાદ જેલ અધિક્ષકની ટીમે ઓચિંતું ચેકીગ હાથ ધરી એક નામીચા સખ્સના કબ્જામાંથી એક મોબાઈલ પકડી પાડ્યો છે. અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકેલી જામનગર જીલ્લા જેલમાં લાંબા સમય બાદ પ્રતિબંધિત વસ્તુ મળી આવી છે.

ક્યારેક મોબાઈલ તો ક્યારેક બીડી-પાન મસાલા તો કયારેક અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. પરંતુ લાંબા સમયથી કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ સામે આવી ન હતી. ગઈ કાલે એકાએક અમદાવાદ જેલ નિર્દેશકની સ્કવોડે જામનગર આવી જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા ઇકબાલ ઉર્ફે બાઠીયો નામના સખ્સના કબજામાંથી એક ૫૦૦ રૂપિયાની કીમતનો મોબાઈલ મળી આવ્યો હતો. સ્કવોડ પોલીસે આ મોબાઈલ કબજે કરી આરોપી ઇકબાલ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ મોબાઈલ કેટલા સમયથી અને કોના દ્વારા, કેવી રીતે અંદર ઘુસાડવામાં આવ્યો છે તેમજ મોબાઈલ કોલ દ્વારા કોઈ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા સીટી એ ડીવીજન પોલીસે ઇકબાલનો કબજો મેળવવા સહિતની આગળની કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here