IITની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, આ હતી તેણીની અંતિમ ઈચ્છા

0
630

જામનગર : અમદાવાદ આઈઆઈટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ અકળ કારણસર આપઘાત કરી લીધો છે. આઈઆઈટીમાં પીએચડીનો અભ્યાસ કરતી યુવતીનો પતિ અમેરિકા હોવાનું અને તેની અત્રે રહી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં આઈઆઈટીમાં અભ્યાસ કરતી અંકિતા ઘોસ નામની યુવતીએ આજે પોતાના રૂમ પર કોઈ પણ કારણસર આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું છે. આ બનાવને લઈને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક છેલ્લા ચાર વર્ષથી અહીં જ રહી આઈઆઈટીમાં અભ્યાસ કરતી હતી. મૃતકના પતિ છેલ્લા ચાર વર્ષ થી અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે. પીએચડીની પેટર્નને લઈને મૃતકે વિરોધ પ્રકટ કરી સવાલો કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ બાબતને લઈને તેણીએ આપઘાત કર્યો છે કે કેમ ? તેનો તાગ મેળવવા પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસે તેણીના રૂમનું બારીકાઇથી નિરીક્ષણ કરતા રૂમ પર જુદા જુદા સ્ટીકર લખેલા મળી આવ્યા હતા. જેમાં અંતિમ તેણીએ તેની અંતિમ ઈચ્છા જાહેર કરી હતી. માર મૃતદેહ, કપડા અને જુદી જુદી વસ્તુઓનું દાન કરવાની ઈચ્છા પ્રકટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here