જામનગર : જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારી આજે સવારે ગાંધીનગર ખાતે પાંચ લાખની રોકડ સાથે પકડાઈ ગયા છે. જો કે આ રકમ લાંચની છે કે પછી પ્રમાણસરની ? તેનો ખુલાસો થયો નથી. રાજકોટ કચેરીમાં ફરજ બજાવતા અને જામનગર ઓફીસના ચાર્જમાં રહેલ અધિકારીએ પોતાની સતાને પાંગળી બનાવવા માટે આ રકમ લાંચ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જામનગર પ્રદુષણ નીયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારી બી જી સુત્રેજાને આજે ગાંધીનગર ખાતે સ્થાનિક એસીબીએ રૂપિયા પાંચ લાખની રોકડ સાથે દબોચી લીધા છે. રાજકોટ પ્રદુષણ બોર્ડની કચેરીમાં કાયમી ફરજ પર રહેલા અને જામનગર ઓફિસનો ચાર્જ સંભાળતા અધિકારી સુત્રેજા જામનગરમાં પણ વિવાદાસ્પદ રહ્યા છે. આજે સવારે તેઓ પોતાની કાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એસીબીની ટીમે તેઓને અર્થ રસ્તે જ રૂપિયા પાંચ લાખથી વધુ રકમ સાથે પકડી પાડ્યા હતા. એસીબીની ટીમે આ અધિકારીની ધરપકડ કરી તેની સામે અપ્રમાણસરની મિલકત સંબંધીત ગુનો નોંધવા સહિતની એસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.