ગ્લોરી : સ્પેનમાં MP પૂનમબેન માડમે વૈશ્વિક ચર્ચામાં ભાગ લઇ કહ્યું કે..

0
1145

સ્પેન ખાતે યોજાયેલ વૈશ્વિક સ્તરની ઇન્ટર પાર્લામેન્ટ યુનિયનની ૧૪૩મી બેઠકમાં આજે જામનગરના સાંસદ પુનમબેન માડમે મહિલા સાંસદોની પરિચર્ચામાં ભાગ લઇ મહિલાઓ માટેના બાળ કાયદા અંગે પોતાનો મત રજુ કર્યો હતો. ભારતના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસરકારક અને સકારાત્મક પગલાઓ અગ્ને વિશ્વને જ્ઞાત કરાવ્યું હતું.

સ્પેન ખાતે યોજાયેલ ઇન્ટર પાર્લામેન્ટ યુનિયનની ૧૪૩મી બેઠકમાં આજે જામનગરના સાસંદ પુનમ માડમે ભાગ લઇ વૈશ્વિક સ્તરે ચર્ચાઓ કરી હતી. ગઈ કાલે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે મુલાકાત બાદ આજે આંતરરાષ્ટ્રીય મહિલા સાંસદ સભ્યોની ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય ફોરમની બેઠક મળી હતી.

જેમાં જામનગરનું  ગૌરવ વધારનાર સાંસદ પુનમબેન માડમે ભાગ લઇ બાળ શોષણ સામે લડવા માટેના કાયદા પરના ડ્રાફ્ટ પર મહિલાઓના પરિપ્રેક્ષ્યમાં મંતવ્યો રજુ કર્યા હતા. જાતી આધારિત જવાબદારી ભર્યો કાયદો બનાવવા માટેની વ્યૂહરચના પર પેનલ ચર્ચા કરી હતી.

આ તકે જામનગર સાંસદ માડમે પોતાને વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપનાર વાદપ્રાધન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ તકે માડમે રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલ પગલાઓને પણ વૈશ્વિક સ્તરે રજુ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here