જામનગર અપડેટ્સ : કોરોનાકાળમાં આ વર્ષે સાદાઈ અને જુજ લોકોની હાજરી વચ્ચે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગયા વર્ષે જામનગરમાં થયેલ ઉજવણી દરમિયાન એક સંસ્થા દ્વારા અનોખી રીતે કરાયેલ ઉજવણી બાદ સામે આવેલ ચિત્ર ખુબ જ બદનામી ભર્યું હતું. પ્રમાણિકતાની મિસાલ બની ગયેલ ગાંધી જયંતીના રોજ જ શહેરીજનોના કરતુતોને કારણે જામનગરની છાપ અપ્રમાણિકતાની પડી હતી. આ દિવસ જામનગરના પ્રમાણિક બુદ્ધિજીવી વર્ગ ક્યારેય નહિ ભૂલી શકે.
મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીમાં કોરોના ગ્રહણ લાગી જતા દર વર્ષે સાદાઈથી ઉજવાતી જયંતી આ વર્ષે નાગરિકોની પાંખી હાજરી વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ વર્ષની પાંખી હાજરી કરતા પણ ગત વર્ષે જામનગરને મળેલ બદનામી વધારે ડંખી રહી છે. ગત વર્ષે જામનગરની એક ગાંધી પ્રેમી સંસ્થાએ નવતર પ્રયોગ હાથ ધરી, નાગરિકોમાં ગાંધીની પ્રમાણિકતા જીવંત રાખવા, આજે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં ૫૦થી વધુ વસ્તુઓને મુકવામાં આવી, આ શોપની વિશેષતા એ રહી કે લોકોએ જે વસ્તુનો મોલ જે ચુક્કવો હોય તે સ્વતંત્ર બોકસમાં નાખી દેવા દેવાનો નિયમ બનાવ્યો હતો.
નાગરિકોમાં મહાત્મા ગાંધીની પ્રમાણિકતા વધુ પ્રબળ બને અને ગાંધીગુણો વિશેસ સંપાદિત થાય હેતુથી જામનગરની એક સંસ્થાએ ગાંધી જયંતી નિમિતે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ગાંધીજીની આત્મકથા પુસ્તકો, ચરખો, ગાંધી ટોપી-ચસમા, ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓને મુકવામાં આવી હતી આ દુકાનનું નામ પ્રમાણિકતાની દુકાન રાખવામાં આવ્યું હતું. એક જ દિવસ માટે ઉભી કરાયેલ આ પ્રમાણિકતાની દુકાનને વધાવી લેવાયા બાદ હિસાબ કરવામાં આવ્યો ત્યારે શહેરીજનોનો અપ્રમાણિકતા સામે આવી હતી. જેમાં સંસ્થા દ્વારા મૂળ કીમતથી જેટલી વસ્તુ ખરીદ કરી અહી મુકવામ આવી હતી તેના કરતા ન્યુનતમ રકમ પ્રમાણિકતાઓના ડબ્બામાંથી બહાર નીકળી હતી. એટલે કે શહેરજનોએ પ્રમાણિકતાની દુકાન પર અપ્રમાણિકતા દાખવી હતી.
આ અંગેના અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ પામતા જ છેક અમેરિકા સહિતથી જે તે સંસ્થાને દાન અંગેના ફોન આવ્યા હતા. આ વાત અહીં અસ્થાને નથી પણ ગાંધી જયંતીના દિવસે જ શહેરીજનોએ ગાંધી વિચારો કેટલા પોતાના જીવનમાં ઉતાર્યા છે તેનું વરવું ચિત્ર રજુ થયું હતું તે ખુબજ દુ:ખદાઈ છે.