જામનગર : આ ગામમાં સાત શખ્સોની જામી હતી દારૂની મહેફિલ..ને પોલીસે મોસમ વિખી નાખી…

0
831

જામનગર : જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના શેખપાટ ગામે દારૂની મહેફિલ માંડી બેઠેલ સાત સખ્સોને પંચકોશી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યા છે.

જામનગર તાલુકાના શેખપાટ ગામે અમુક સખ્સો દારૂની મહેફિલ માંડીને જામ પર જામ લેતા હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પીએસઆઈ ચુડાસમા સહિતના સ્ટાફે ગઈ કાલે દરોડો પાડ્યો હતો. જેમાં રાત્રે સાડા આઠેક વાગ્યે પોલીસે કરેલી કાર્યવાહીમાં ગામની સીમમા આવેલ ભરતભાઇ મોહનભાઇ મધોડીયાની ધાવડીવાળી વાડીમાં પરસોતમભાઇ ભનુભાઇ જાદવ જાતે.સતવારા ઉ.વ.૪૫ ધંધ.મજુરી રહે.ધુંવાવ કુંભાણી ફળી સુખનાથ ચોક તા.જી.જામનગર, દિપકભાઇ રમેશભાઇ ધારેવાડીયા જાતે.કોળી ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.શેખપાટ સતવારા સમાજ ની વાડી ની સામે તા.જી.જામનગર. રાજેશભાઇ જયંતિભાઇ પરમાર જાતે.સતવારા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.ગુલાબનગર સતવારા સમાજ ની બાજુમા જામનગર,  જમનભાઇ પરસોતમભાઇ નકુમ જાતે.સતવારા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.આંબરા ગામ તા.જી.જામનગર, રતિલાલ શાંતિલાલ ખાણધર જાતે.સતવારા ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.ગુલાબનગર પીપળીયા વાડીની બાજુમા જામનગર, જેન્તીલાલ મનસુખભાઇ હડીયલ જાતે.સતવારા ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.ધુવાંવ તા-જી-જામનગર,નરશીભાઇ મનસુખભાઇ કણજારીયા જાતે.સતવારા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.શેખપાટ તા-જી-જામનગર  વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી એક દારૂ  ખાલી બોટલ અને એક સીલપેક બોટલ દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત સાત ડીસપોજેબ્લ ગ્લાસ અને બાઈટીંગ માટેના સિંગ, ચવાણું અને બાલાજીના પેકેટો કબજે કરી નાશ કર્યો હતો. પોલીસે તમામ સખ્સોની સામે ધી ગુજરાત પ્રોહીબીશન ધારા કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) ,૮૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામની અટકાયત કરી મેડીકલ કરાવવા તજવીજ હાથ ધરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here