ગજબ : સ્પેશિયલ ૨૬ ફિલ્મ યાદ છે ને? આવો જ પ્લોટ રચી બેરોજગારોને ખંખેરી લેવાયા

0
661

જામનગર : ચાર પાંચ વર્ષ પૂર્વે અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા વાળું એક ઓફબીટ ફિલ્મ રિલીજ થયું હતું. હીરો અને તેની ટીમ નકલી સીબીઆઈ-આઈટી અધિકારીઓની ટીમ પોતાના વિભાગમાં ભરતી બહાર પાડી અનેક બેરોજગારોનો ઉપયોગ કરે છે. આવો જ પ્લોટ ગુજરાતના બેરોજગારો સાથે રચાઈ ગયો છે. રેલ્વેમાં નોકરી અપાવી દેવાની લાલચે ઠગ ટોળકીએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી કરોડો રૂપિયા પડાવી લઇ અનેક બેરોજગાર સાથે છેતરપીંડી આચરી છે.

વડોદરા એસ ઓ જી પોલીસે બોગસ રેલવે ભર્તી કૌભાંડ પડકી પાડ્યુ છે. જેમાં બે સખ્સોને આંતરી લઇ પૂછપરછ કરતા સ્પેશિયલ 26 ફિલ્મને બેજ બનાવી ગુજરાતના અનેક બેરોજગારોને શીશામાં ઉતારી દીધા હોવાની વિગતો સામે આવી છે.

આ ટોળકી પ્રથ રેલવેની જુદી જુદી પોસ્ટ માટે ભરતીની જાહેરાત આપતા હતા.  દરમિયાન ફોર્મના આધારે જે તે ઉમેદવારને દિલ્લી ખાતે પરીક્ષા આપવા કોલ લેટર મોકલતા હતા એ પણ રેલ્વે મંત્રાલયના નામનો જ, ત્યારબાદ દિલ્હીમાં કોન્ફરન્સ હોલ બુક કરાવી ઉમેદવારોની પરીક્ષા પણ  લેતા હતા. પરીક્ષા બાદ આ ટોળકી મેદાને આવી ઉમેદવારો પાસેથી નોકરી આપાવી દેવા માટે લાલચ આપી 70 હજારથી થી 5 લાખ પડાવી લેતી હતી. આ જ રીતે આ ટોળકીએ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 54 ઉમેદવારો પાસેથી 1 કરોડની કરી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ એસ ઓ જી પોલીસે મહાઠગ તુષાર પુરોહિત અને તેના બે સાગરીતની કરી ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, બોગસ લેટર, રેલવે મંત્રાલય નો બોગસ લોગો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here