ગુરુ ગ્રહનું વર્ષફળ
આ વર્ષ એકંદરે નફો-નુકશાન વગરનું બની રહે, ગુરુના દૃષ્ટિકોણથી તમારા સાતમા ભાવથી તા. 6-4-21 સુધી ભ્રમણ રહેશે. વર્ષ દરમ્યાન આરોગ્યને લઈને આવેલ મુશ્કેલીઓ દુર થતી પણ જણાશે. તા.5-4-2021 થી 14-09-2021 સુધી ગુરુ કુંભ રાશિમાં આઠમા સ્થાનેથી ભ્રમણ કરશે. જેના થકી નાની મુશ્કેલી આવી શકે એવું પણ બને, આધ્યાત્મિક અને ધર્મ તરફનો દ્રષ્ટિકોણ વધુ ફળદાઈ બની શકે, ગુરુ જ્ઞાન મહત્વનું બની રહે.

કેવા છે શનિના યોગ
વર્ષના પ્રારંભે શનિ મકર રાશિમાં તમારી રાશિથી સાતમા સ્થાને ભ્રમણ કરશે જે લાભ કરતા બની રહેશે. ભાગીદારો સાથેના સંબંધોમાં સુધારો થઇ શકે સાથે નવા ભાગીદારોને બની શકે. સંસારિક જીવન શનિની કૃપા દ્રષ્ટિ રહેશે. વર્ષ દરમ્યાન શનિ સાહસમાં વૃદ્ધિ કરાવી શકે છે. તમારી સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઇ હોય સુખદ સમાધાન થવાના યોગ પણ છે.

રાહુ લઇ આવશે સુખદ ક્ષણો…..
11માં સ્થાને વૃષભ રાશિમાં રાહુનું ભ્રમણ અને કેતુનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં પાંચમા ભાવે થાય છે. જેથી ઘર-પરિવારમાં ખુશખુશાલ વાતાવરણ નિર્માણ પામે, તમારી હિમ્મત અને આત્મવિશ્વાસ વધે, વર્ષાન્તે ગોચરના ગ્રહોનું ભ્રમણ થોડી બાધાઓ નિર્માણ કરશે જોકે આત્મવિશ્વાસ અને વિચાર કર્યા બાદના નિર્ણય લાભ કારક બની રહેશે.

આવી રહેશે માનસિક સ્થિતિ………
તમારી રાશિમાં વર્ષમાં કોઈ મોટા ગ્રહોની પરિસ્થિતિ બનતી નથી જેના ફળ સ્વરૂપ માનસિક તકલીફો આવવાની શક્યતાઓ ઓછી છે. જો કે જન્મકુંડળીના ગ્રહોની અસરને કારણે તમારા માનસપતલ પર જૂના વિચારો ભમ્યા કરે, તમારા જીવનમાં મોટા ભાગની સમસ્યાઓ છે તેનું નિરાકરણ તમારા થકી જ થશે

કેવી રહેશે આર્થિક સ્થિતિ ?
વર્ષના તમામ ગ્રહોની સ્થિતિ આર્થિક દ્રષ્ટિ કોણથી મજબુત છે. પરિણામે વર્ષ દરમિયાન રાહત રહે, નાનીમોટી મુશ્કેલી પણ નફો, નુકસાન કરાવે, ઉછીતા આપેલ નાણા સમયસર નીકળે તે માટે સતત પ્રયાસ કરવા, વર્ષ દરમ્યાન આવક અને જાવકમાં કોઈ મોટો ફેર જોવા મળતો નથી. પણ એકંદરે વર્ષ આર્થિક રીતે સારું રહે.

કેવું રહેશે લગ્નજીવન…..?
ફેબ્રુઆરી સુધી જેનાં લગ્ન નથી થયાં તે જાતકોને સારા સમાચાર મળી શકે છે. વિવાહિત જાતકોનું સાંસારિક જીવન વધુ ગાઢ બને, પ્રવાસ વખતે વાહન, પાણી અને પહાડથી સાવધ રહેવું, દંપતી વચ્ચે થયેલ અણબનાવ બંને સહમતીથી ઉકેલી શકો.

આરોગ્ય અને પ્રવાસ
આ વર્ષ આરોગ્ય બાબતે થોડુ દુઃખદાયી નીવડશે. શરીરમાં પિત્ત અને વાયુનો વધારો કરી શકે, એલોપથી સારવાર કરતા આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપચારને પ્રાધાન્ય આપવું. જો હઠીલા રોગ શરીરમાં ઘર કરી ગયા હોય તો રીપોર્ટ કરાવી યોગ્ય સમાધાન કરાવવું, આંખ અને માથાની તકલીફો સાથે બ્લડ પ્રેશર પર પણ ધ્યાન આપવું હિતાવહ છે.

સંતાન અને અભ્યાસ
વર્ષના પ્રારંભથી મે-જૂન માસ સુધી તમારા સંતાનોને પ્રત્યે ધ્યાન આપી તેમને સમજવાનો પ્રયાસ કરવો. તમારું બાળક કંઇક કરી શકે છે તેવો આત્મવિશ્વાસ અપાવો, નિ:સંતાન દંપતીઓ માટે માર્ચ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી ગર્ભાધાન થવાના યોગ છે. સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી હોય તો જન્મકુંડળીનો અભ્યાસ કરાવવો હિતાવહ છે. ભણતરની દ્રષ્ટિએ નવું વર્ષ સારા સમાચાર લઇ આવી શકે.

નોકરી વ્યવસાય અને ખેતી….
નોકરીના ક્ષેત્રોમાં ફેરબદલી થવાના સંપૂર્ણ યોગ છે. ફેબ્રુઆરી પછી નોકરીમાં કોઈ ખોટા કામ ન થાય તેની તકે દારી ન લેશો તો પ્રતિકુળ પરિણામ આવશે. ઉપરી અધિકારી સાથેના સંબંધો સારા બને, ખંત પૂર્વક કરેલ કામનું પરિણામ લાભકારક બની રહે. વ્યવસાય કરતા જાતકો માટે આ વર્ષ ઉતાર-ચઢાવનું રહેશે. ખેતીમાં રોકાયેલ જાતકોમાટે વર્ષ ચિંતાગ્રસ્ત અને પરિશ્રમ વાળું રહે,

જમીન – મકાન – સંપત્તિ
સમગ્ર વર્ષ દરમિયાન ખાધું પીધુંને રાજ કીધું જેવું બની શકે, વર્ષ દરમિયાન સંપતી યથાવત રહે, વડીલો અને ભાઈના નામે સંપત્તિ લેવાથી સફળતા નિર્માણ પામે, પૈતૃક જમીન જો આપની પાસે હશે તો તેના ફેરબદલના યોગો સર્જાશે. મકાનના સમારકામ માટે સમય સાનુકૂળ બને, સ્થાવર-જંગમ મિલકતમાં વધારો થઇ થતો દેખાશે.

વિદેશ યોગ
આ વર્ષ દરમ્યાન વિદેશના યોગ સારા નથી. વિદ્યાર્થીઓ વિદેશ જઈ અભ્યાસ કરી શકે એવું બને પણ સેવેલા લાંબા ગાળાના સપનામાં અંતરાયો આવે, વિદેશના તમારા ગ્રહયોગ મિશ્ર ફળદાયી છે.
નડતર નિવારણ

વર્ષ દરમિયાન અનેક સમસ્યાઓ આવવાની છે. જેના સમાધાન માટે એક આખું શ્રીફળ લેવું. મુખ દાખ્સીન દિશાએ રાખી નાળીયેર માથેથી સાત વખત ઊતારવું. તમે જે દેવી દેવતામાં માનતા હોવ તેની નિયમિત પૂજા કરવી, દર મહિને વદ પક્ષની આઠમના દિવસે આ પ્રયોગ કરવો. પરિણામે ધન સંબંધિત સમસ્યા ઉકેલાતી જણાશે.
