જામનગર : જીલ્લા પંચાયતના પૂર્વ કર્મચારીની આગોતરા જામીનની અરજી રદ

0
148

 નિવૃત કર્મચારી સામે એસીબીએ નોંધી અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધી છે : નોકરી દરમિયાન પગાર અને જાવક કરતા પણ ૨૪ લાખની વધુ સંપતી મળી આવી : આરોપી બાંધકામ શાખામાં વર્ક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી છે

જામનગર : જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી સામે આવક કરતા 24 લાખની વધુ સંપત્તિ હોવાની એસીબીએ ફરિયાદ નોંધી છે. વર્ગ ત્રણમાં વર્ક આસીસીટન્ટ તરીકે નિવૃત થયેલ કર્મચારી સામે ગુનો નોંધયો હતો. દરમિયાન આરોપી તરફથી આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે ખારીજ કરી નાખતા હવે એસીબીએ આ આરોપીની ધરપકડ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

જામનગર જીલ્લા પંચયાતમાં અગાઉ બાંધકામ શાખામાં વર્ક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલ દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર વિરૂધ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલ્કત વસાવ્યાની અરજી થઈ હતી. આ અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન આરોપી દેવેન્દ્રસીન્હે તા.૦૧.૦૨.૨૦૦પ થી તા.૩૧,૦૩, ૨૦૧૫ ના સમયગાળા દરમ્યાન પોતાના તથા પોતાની પત્ની તથા પોતાના પુત્ર તથા પોતાની પુત્રીના નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં કુલ રોકાણ ખર્ચ કુલ રૂ.૭૯,૩૫,૮૨૬ /- નું કરેલા છે. જયારે તેમની તથા તેમના પત્ની તથા તેમની પુત્રી ની આ સમયગાળા દરમ્યાનની કાયદેસરની કુલ આવક રૂ.૫૪,૫૮,૫૯૧ થઇ હતી. તેમ છતાં આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકે ની. કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃતિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણાં મેળવી તે નાણાંમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ. ૨૪,૭૭,૨૩૫ (ચોવીસ લાખ સીત્તોતેર હજાર બસો પાંત્રીસ પુરા) ની અપ્રમાણસરની મિલકતો વસાવેલ હોય જે આવકના પ્રમાણમાં ૪૫.૩૮% નું સ્થાવર જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેના વિરૂધ્ધ પ્રાથમિક તપાસના અંતે આજરોજ પોલીસ ઇન્સ્પેકટર, એ,ડી,પરમાર એ.સી.બી. પો.સ્ટે. જામનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૫ ૨૦૨૧ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-૧૯૮૮ની કલમ ૧૩(૧)ઇ તથા ૧૩(૨) મુજબ ગુન્હો દાખલ કરી હતી. જેને લઈને એસીબીએ આરોપીની ધરપકડ કરવા ગતિવિધિ હાથ ધરી હતી. પોતાની ધરપકડથી બચવા આરોપી દેવેદ્રસિંહ તરફથી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી કરતા કોર્ટે તેઓની અરજી કાઢી નાખી આગોતરા જમીનની અરજી રદ કર્યા હતા. હવે આગામી સમયમાં આરોપીની ધરપકડનો માર્ગ મોકલો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here