કૌભાંડ? : હાલારની ૭ નગરપાલિકાઓમાં ટેન્ડર વગર જ ૯૦૦ લાખના કામ થઇ ગયા

0
1169

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની સાતેય નગરપાલિકામાં વરસ ૨૦૧૯માં કોઈ ટેન્ડર પ્રક્રિયા વગર જ ૯૦૦ લાખના કામ થઇ ગયા છે. જેમાં સૌથી વધુ ઓખા નગરપાલિકાના ૩૭૫ લાખના કામનો સમાંવ્સેહ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ રીજીયન હેઠળ આવતી આ નગરપાલિકાઓના એક કિમીના ૧૫ લાખના ભાવ લેખે કરવામાં આવેલ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ નગરપાલિકાઓમાં ટેન્ડર વિના ૬૦ કિમીના કામ થઇ ગયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓમાં થયેલ આ કામોને લઈને માર્ગ અને મકાન મંત્રી પુર્નેશ મોદીએ તપાસના આદેશ આપ્યા છે.


વર્ષ ૨૦૧૯માં રસ્તા રીપેરીંગના નામે જે તે સમયના રીજીયોનલ મ્યુનીસીપલ કમિશ્નર સ્તુતિ ચારણે કમિશનરના નામે એવો મેસેજ પસાર કર્યો હતો કે ઉપરથી આવેલ આજ્ઞા મુજબ રસ્તા રીપેરીંગના કામ તાત્કાલિક હાથ ધરવા અને કામ મોડું નહી ચાલે, એવો મેસેજ કરી દરેક કામ અંગેના રીપોર્ટ માંગવામાં આવ્યા હતા. જો કે વર્ષો વીતી ગયા પણ આ કામ ટેન્ડર વગર જ કરી નાખવામાં આવતા ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી હતી. જેને લઈને હાલના માર્ગ અને મકાન વિભાગ મંત્રી મોદીએ વગર ટેન્ડરથી થયેલ કામ અંગે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા છે. જે તે સમયે એક ચીફઓફિસરે ટીએસ અને ટેન્ડર અંગે પૂછ્યું હતું પણ કમિશનરે કહ્યું હતું કે કામ શરુ કરી દ્યો બાકી બધું આવી જશે.
સૌરાષ્ટ્ર-કચ્છની ૨૨ માંથી જામનગર અને દ્વારકા જીલ્લાની સાત નગરપાલિકાઓમાં આ જ સુચનાથી ૯૦૦ લાખના ૬૦ કિમીના કામ થયા છે. ત્યારે આ કામની પણ તપાસ કરવામાં આવશે, ટૂંક સમયમાં તપાસ કમિટીની રચના કરી તપાસ શરુ કરી દેવામાં આવશે.
કઈ નગરપાલિકાની કેટલી ગ્રાન્ટ ????
જામનગરની ધ્રોલ નગરપાલિકામાં સાડા આઠ કિમીના રસ્તા માટે રૂપિયા ૧૨૭.૫૦ લાખ, જામજોધપુર નગરપાલિકાના ૮.૯૯ કિમી રોડ માટે ૧૩૪.૮૫ લાખ, કાલાવડ નગરપાલિકામાં ૫.૧૭ કિમી રોડ માટે ૭૭.૫૫ લાખ, સિક્કા નગરપાલિકામાં આઠ કિમી રોડ માટે ૧૨૦ લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં ૨૫ કિમી રોડ માટે ૩૭૫ લાખ રૂપિયા, દ્વારકા નગરપાલિકાના ૦.૯૦ કિમી રોડ માટે ૧૩.૫૦ લાખ રૂપિયા અને ભાણવડ નગરપાલિકામાં ૩.૪૪ કિમી ખરાબ રસ્તાને રીપેરીંગ કરવા માટે રૂપિયા ૫૧.૬૦ લાખની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here