ઉડતા હાલાર : સલાયા બાદ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જામનગરમાંથી ઝડપાયો શખ્સ

0
1421

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિપુલ માત્રામાં હેરોઇન પકડાયાના બે દિવસ બાદ જામનગર નજીકના ચેલા ગામેથી વધુ એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. જો કે પ્રમાણમાં ખૂબ જ ઓછો જથ્થો છે છતાં પણ જામનગરનું નેટવર્ક ઉઘાડું પડ્યું છે.

રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અતે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા તમામ જિલ્લાઓને સૂચના આપવામાં આવી હતી. જેને લઈને જામનગર પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા એસઓજીને સૂચના આપી હતી. જેને લઈને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા ના માર્ગદર્શન તથા સુચના મુજબ પીએસઆઇ આર.વી.વીંછી અને દીનેશભાઇ રામજીભાઇ સાગઠીયાને ખાનગી બાતમી હક્કિત મળેલ કે ઇસ્તિયાઝ રસીદભાઇ લાખા રહે, થેલા ગામ તા, જી. જામનગર વાળો તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કેફી માદક પદાર્થ છુટક વેચાણ કરે છે. આ હકીકતને લઈને એસઓજીએ ચેલા ગામે ઈમ્તિયાઝના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે લાખાના ઘરેથી મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.૩,૫૦,૨૦૦નો જથ્થો મળી આવ્યો હતો.જેને લઈને એસઓજીએ આરોપી સામે પંચકોશી બી ડિવિઝન પોલોસમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here