સનસનાટી : દ્રગ્સ રેકેટમાં મોટો ખુલાસો, જાણો તમામ વિગતો

0
1603

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાથી સવા ત્રણસો કરોડના પકડાયેલ હેરોઈન ડ્રગ્સ મામલે મહારાષ્ટ્રના રીસીવર અને સલાયાના કારા બંધુઓને પોલીસે નવ દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ હાથ ધરી છે. રિમાન્ડના પ્રથમ દિવસે જ સલાયાના બંધુઓએ આપેલ કબુલાતનાં આધારે પોલીસે ડ્રગ્સ લઇ આવનાર સલાયાના બે સખ્સોની બોટ સાથે ધરપકડ કરી છે. સલાયાના બંધુઓએ પાકિસ્તાની ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ લેવા તાબડતોબ રૂપેણબંદરથી માછીમારી બોટ ખરીદી એ જ બોટમાં સલાયાના બે સખ્સોને ઓખા નજીકની આઈએમબીએલ સુધી રવાના કર્યા હતા. આ જથ્થો બંને સખ્સો સલામત રીતે સલાયા બંદર લઇ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ વધુ જથ્થો હાથ લાગવાની અને વધુ સખ્સોની સંડોવણી ખુલવાની પોલીસે સંભાવનાઓ વ્યક્ત કરી છે.

બે દિવસ પૂર્વે દેવભૂમિદ્વારકા પોલીસે નસીલા પદાર્થના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પરથી પરદો ઊંચક્યો હતો. સ્થાનિક પોલીસે મહારાષ્ટ્ર થાણેના સખ્સ ઉપરાંત સલાયાના સલીમ યાકુબ કારા અને તેના ભાઈ અલી યાકુબ કારાને રૂપિયા ૩,૧૫,૨૯, ૫૦૦૦૦ની કિંમતના હેરોઈનના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ૬૩ કિલો ડ્રગ્સ કબજે કરી ત્રણેય સખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી નવ દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં આ નેટવર્ક સાથે પાકિસ્તાની તાર જોડાયેલ હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકરણના માસ્ટર માઈન્ડ સલાયાના કારા બંધુઓએ પાકિસ્તાની સપ્લાયરનો સંપર્ક કરી ડીલેવરી મંગાવી હતી. આ ડીલેવરી અરબી સમુદ્રના આઈએમબીએલ ( આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા) પરથી લઇ જવા નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને સલાયાના સલીમ કારાએ રૂપેણ બંદરથી તાત્કાલિક ધોરણે એક માછીમારી બોટ ખરીદી હતી. આરોપી સલીમ યાકુબ કારા તથા અલી અસગર યાકુબ કારા રહે.સલાયા વાળાઓએ યુધ્ધના ધોરણે રૂપેણ બંદરથી ફારૂકી એક નામનીએ બોટની ખરીદી કરી હતી. ત્યારબાદ તારીખ.૨૯/૧૦/૨૦૨૧ ના રૂપેણ બંદરથી સલીમ ઉમર જુસબ જશરાયા જાતે મુસ્લીમ વાઘેર ઉ.વ. ૫૦ ધંધો માછીમારી રહે. પરોડીયા રોડ, ખારી વિસ્તાર, રાણવાળા ડાડાની દરગાહ પાસે, સલાયા તા. જામ ખંભાળીયા તથા ઇરફાન ઉમર જુસબ જશરાયા જાતે મુસ્લીમ વાઘેર ઉં.વ. ૩૪ ધંધો વેપાર રહે. પરોડીયા રોડ, ઓલીયા પીરી દરગાહ પાસે, સલાયા તા. જામ ખંભાળીયાવાળાને માદક પદાર્થનો જથ્થો મેળવવા રવાના કર્યા હતા. આ બંન્ને ઈસમો માછીમારી બોટ લઈને આઈ.એમ.બી.એલ.નજીક પહોંચી વાયરલેસ સેટ મારફતે પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાની બોટ પાસેથી માદક પદાર્થનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવીને ગઈ તારીખ.૦૯/૧૧/૨૦૧૧ના રોજ સલાયા, શાંતિનગર દરિયાકાંઠા ખાતે પરત આવ્યા હતા. જ્યાંથી આરોપી સલીમ યાકુબ કારા સાથે સંપર્ક કરતા સલીમ યાકુબ કારા માદક પદાર્થ પોતાની પાસે રહેલ ટાટા નેનો કારમાં લોડ કરી ઘરે લઇ ગયો હતો. જ્યાં અલગ અલગ કવોલીટી પ્રમાણેનો માદક પદાર્થ આરાધના ધામ પાસેથી પકડાયેલ માદક પદાર્થ આરોપી સજજાદ સિકંદર ઘોસી રહે,થાણે વાળાને પોતાની પાસે રહેલ કિયા મોટર કાર મારફતે આપવામાં આવ્યો હતો.
પોલીસે બંને કાર અને માછીમારી બોટ કબજે કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ પર રહેલ આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ શરુ કરી છે. આ રેકેટના મુળ સુધી પહોંચવા કોણ કોણ આરોપીઓએ મદદ કરેલ છે ? ગુન્હો કરવામાં ભાગ ભજવેલ છે ? મજકુર ઈસમો માદક પદાર્થ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here