૯ કલાકમાં ભૂકંપના પાંચ આચંકાઓ, તાલાલામાં સૌથી વધુ આંચકા

0
344

જામનગર અપડેટ્સ : ગુજરાતમાં દરરોજ ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે મધ્ય રાત્રીથી સવાર સુધીના ગાળામાં રાત્રીના પાંચ આંચકાઓ આવતા પ્રજાજનોમાં ભય વધુ પ્રબળ બન્યો છે. કચ્છના ભચાઉ, ગીરના તાલાળા અને દક્ષીણ ગુજરાતમાં આ પાંચ આંચકાઓ આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગની વેબસાઈટમાં નોંધાયું છે.

જામનગર સહીત રાજ્યભરમાં છેલ્લા બે માસથી શરુ થયેલ હળવા ભૂકંપનો દોર અવિરત રહેતા ભય પણ બરકરાર રહ્યો છે. આજે મધ્યરાત્રીથી સવાર સુધીના નવ કલાકના ગાળામાં વધુ પાંચ આંચકાઓથી રાજયની જમીન હલબલી ઉઠી હતી. જેમાં આજે સવાર ૯:૦૫ મીનીટે કચ્છના ભચાઉ નજીકના દુધઈ ગામથી ૧૩ કિમી દુર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતા ધરાવતો આંચકો નોંધાયો છે. જયારે તાલાલા ગીરમાં મોડી રાત્રે ૧: ૪૮, ૩: ૨૪ અને ૪:૧૩ મીનીટે અનુક્રમે ૨, ૧.૫ અને ૧.૮ની તીવ્રતાના હળવા આંચકા નોંધાયા હતા. જયારે દક્ષીણ ગુજરાતના નવસારીથી ૩૫ કીમી દુર વહેલી સવારે ૪:૧૮ મીનીટે ૧.૫ની તીવ્રતા વાળો આંચકો નોંધાયો હતો. સતત આવતા હળવા આંચકાથી ફેલાયેલ ભય અવિરત રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here