જામનગર : બ્રાસ કારખાનેદારનો સવા ત્રણ લાખનો બ્રાસ સ્ક્રેપ બારોબાર વેચી નાખતો ટ્રક ચાલક

0
485

જામનગર : જામનગરના બ્રાસ કારખાનેદાર સાથે ટ્રક ચાલકે રૂપિયા સવા ત્રણ લાખના બ્રાસના મુદ્દામાલને બારોબાર સગેવગે કરી નાખ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આરોપી ટ્રક ચાલક બેંગ્લોરથી સ્ક્રેપ ભરી જામનગર આવતો હતો તે દરમિયાન રસ્તામાં જ માલ ગુમ કરી દઈ છેતરપીંડી આચારી હોવાનું સામે આવ્યું હતું.

જામનગરમાં સુમેર કલબ રોડ હાથી કોલોની શેરી ન-૧ ‘‘જીવન ધારા‘‘ નામના મકાનમાં રહેતા કારખાનેદાર રામજીભાઇ આંબાભાઇ ગઢીયા નામના કારખાનેદારે તાજેતરમાં બેંગ્લોરથી એક ટ્રક વાટે બ્રાસનો સ્ક્રેપ મંગાવ્યો હતો. રૂપિયા ૩,૩૧,૯૬૮ની કિંમતનો તેર નંગ બાચકામાં ભરેલ ૯૮૮ કિલો વજનનો બ્રાસ પાર્ટનો સ્ક્રેપ જામનગર આવતા પૂર્વે જ આરોપી ટ્રક ચાલક અસગરઅલી નુરમામદ સાયચા રહે. બેડી દિવેલીયા ચાલી જામનગર વાળાએ કાઢી લઇ સગેવગે કરી નાખ્યો હતો. આરોપી ચાલકે સ્ક્રેપ કાઢી બેંગલોર થી જામનગર વચ્ચે કોઇપણ જગ્યાએ વહેચી નાખી  ગુનો આચર્યો હોવાની સામે આવતા પોલીસે તેની સામે આઈપીસી કલમ ૪૦૭ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here