દ્વારકા : ‘કોથળી’ના રૂપિયા નરેન્દ્રભાઈ આપે છે ? પૂર્વ ધારાસભ્ય પબુભાના ભાષણનો વિડીયો વાયરલ

0
3144

જામનગર : આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના લાંબા ખાતે કિશાન સર્વોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે ભાષણ આપતા વડાપ્રધાનની યોજનાઓના એવા તે વખાણ કર્યા કે સાંભળનાર જનતાએ તો દાટ કાઢી નાખ્યા પણ બુદ્ધિજીવીઓમાં આ ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે. આરોગ્ય, વ્યસનના રૂપિયા વડાપ્રધાન જુદી જુદી યોજનાઓ રૂપે પહોચાડે છે એમ બોલતા પૂર્વ ધારાસભ્યના ભાષણનો વિડીયો વાયરલ થતા હાલારમાં આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

“ને પછી દ્યે શું બીજું….? આપનણે વીમા મળી જાય, આપણે માંદા પડીએ તો એ ય માંદાના હોસ્પિટલુના રૂપિયા મળી જાય, પછી ઓલા ડોશાઓ માટેની પણ યોજના છે, કે બીડી, હુકો કે કોથળી પીતા હોય તો પાંચ-દસ હજારનો ખર્ચો હોય, તો એય છ હજાર દ્યે છે, આપણો બાપો નરેન્દ્રભાઈની બીડી પીએ છે સવારના ઉઠીને,  હવે આનાથી વિશેષ શું દ્યે આપણને, આપને વીમા તો લઈએ સાથે માંડવી પણ લઈએ, અમાંરે ત્યાં ઓલું છે…કે  હવે આ બાવળ બાવળ કાઢવા ને બધી મેનતું કેરવી, ને બધું ડબલ ડબલ કરવું, એના કરતા આપણને ખાલી વીમો બરોબર છે”.

ઓખા મંડળના વનમેન આર્મીસમા કદાવર રાજકીય નેતા અને સાત-સાત વખતના ધારાસભ્ય પબુભા માણેકના ઉપરોક્ત ભાષણનો વિડીઓ વાયરલ થયા બાદ ચર્ચાઓનો દોર શરુ થયો છે કે શું પ્રજાના પ્રતિનિધિને આવી વાતો કેટલા અંશે યોગ્ય લાગે ? એ પણ જાહેર મંચ ઉપરથી ? પ્રજાનો પ્રતિનિધિ સમાજમાં ફેલાયેલ અનિષ્ટોને દુર કરવા આગળ આવવો જોઈએ પરંતુ અહી તો પબુભા જાણે વ્યશનને પ્રોત્સાહન આપતા હોય તેમ સરકારની ખેડૂત યોજનાને દારૂ અને બીડીના વ્યસન સાથે સાંકળી દીધી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ મળતો હોવાનું ખુદ પબુભા સ્વીકારી રહ્યા છે એમ તેમના ઉદબોધન પરથી લાગી રહ્યું છે. ક્યાં ખેડૂત યોજનાઓ અને ક્યાં દારૂની બદી !!! વિચારોને વરેલી ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે ? એ પક્ષે વિચારવું રહ્યું ?

પક્ષના એક હોદેદારની સામેં ચારિત્ર બાબતે આક્ષેપ થાય છે ત્યાં જ દ્વારકા જીલ્લા ભાજપના પ્રમુખ તેઓને સસ્પેન્ડ કરી નાખે છે તો શું દારૂના વ્યાસનને જાહેરમાં પ્રમોટ કરતા પૂર્વ ધારાસભ્ય સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ ? બીજી તરફ રાજકીય પંડિતો એમ માને છે કે પબુભા સામે બોલી શકે એવું સંગઠનમાંથી કોઈ છે જ નહી, સસ્પેન્ડ તો દુરની વાત એક નોટીશ પાઠવી પણ નહી શકે.  ઓખા મંડળમાં પબુભાની છાપ બાહુબલી અને લોકપ્રિય નેતા તરીકેની છે એ વાતમાં બે મત નથી કારણ કે માણેકનો ભૂતકાળ ગવાહ છે. પરંતુ વાણીમાં સ્વયમ રાખીને જાહેરમાં આવવું એ તમામ જનપ્રતિનિધિની ફરજ નહી કર્તવ્ય છે. આ કર્તવ્ય ભાવનાને પબુભા અનેક વખત તોડી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here