આ મહિલા પોલીસકર્મીએ અઢી હજારની લાંચ લીધી ત્યાં એસીબી ટીમ પહોચી ગઈ

0
1284

સૌથી વધુ લાંચ લેતા પકડાવવાનો સિલસિલો પોલીસ વિભાગે જાળવી રાખ્યો છે. ગઈ કાલે મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનની એક મહિલા પોલીસ કર્મચારીને એસીબીની ટીમે અઢી હજારની લાંચ લેતા પકડી પાડી છે. મુદ્દામાલ છોડાવવા માટે આરોપી પોલીસકર્મીએ લાંચ માગી હોવાનું સામે આવ્યું  છે. એસીબીની ટીમે આ મહિલા પોલીસકર્મીની ધરપકડ કરી છે.

મહેસાણા જીલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં એમ.ઓ.બી. ક્રાઇમ શાખામાંથી જુગારધારા હેઠળ  કબજે કરાયેલ મુદ્દામાલ છોડાવવા માટે એક આસામીએ પોલીસ દફતરનો સંપર્ક કર્યો હતો. પકડાયેલ મુદ્દામાલ છોડવા માટે અહી જ નોકરી કરતા મહિલા પોલીસકર્મીએ આશાબેન ચોધરીએ આસામીઓ  પાસેથી ૨૫૦૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી.

જેને લઈને એક આસામીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઈને એસીબીએ ગઈ કાલે લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં આ મહિલા પોલીસકર્મી અઢી હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીએ મહિલા પોલીસકર્મીની અટકાયત કરી આગળની કાર્યવાહી  હાથ ધરી  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here