જામનગરની ભાગોળે ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીના મોત

0
877

જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી પાસે ટ્રકને ઓવર ટેક કરવા જતો એક ટેમ્પો ટ્રક સાથે અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં માતા પુત્રીના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. જયારે પિતા અને પુત્રને ઈજા પહોચતા હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. લાલપુરના નવા ધૂણીયા ગામનો પરિવાર દરગાહે સલામ ભરવા જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હોવાની વિગતો જાહેર થઇ છે.

જામનગરની ભાગોળે બાયપાસ રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં આજે સવારે તા.૩૧/૦૩/૨૦૨૨ના રોજ સવારે નવેક વાગ્યા આસપાસ ઠેબા ચોક્ડીથી રાજકોટ તરફ જતા હાઇવે રોડ ગુરુકુળ સામે,રેલ્વે ઓવર બ્રીજ પરથી પસાર થતો જીજે 23-X-2428 નંબરના ટ્રકના ચાલક શેર મામદ હનીફ નોયડા રહે.નવા ધુણીયા વાળાએ પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી આગળ જતા ટ્રકને ઓવર ટ્રેક કરવા આગળ વધ્યો હતો. દરમિયાન રોડ પર બંધ પડેલ PB-04-V-7183 નંબરના ટ્રકની પાછ્ળ ડ્રાઇવર સાઇડમાં ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો

જેમાં લાલપુર તાલુકાના નવા ધુનીયા ગામે રહેતા દોસ્તમામદ અલારખાભાઇ નોયડા પત્ની હસીનાબેનને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમની દીકરી મન્ન્ત ઉ.વ.૦૬ વાળીને કપાળના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડતા જી.જી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે દોસ્તમામદભાઈ અને તેના પુત્રને ઓછી વતી ઈજાઓ પહોચી હતી માતા પુત્રીના મૃત્યુને લઈને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતક પરિવારના સભ્યો  ધુનિયાથી ટેમ્પોમાં બેસી ઝીઝુવાડા ગામે કોઠાવાળા દરગાહએ સલામ ભરવા જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here