ધિક્કાર: આરંભડામાં સવા સાત વર્ષની બાળકી પર બે આરોપીઓનું દુષ્કર્મ

0
380

દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરંભડા ગામેથી સમાજને સર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. ટ્યુશન કલાસમાં જતી સાત વર્ષ ત્રણ માસની ઉમર ધરાવતી બાળકી સાથે બે સખ્સોએ અડપલા કરી બળાત્કાર કર્યાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આ સરમજનક ઘટનામાં એક મહિલાએ મદદગારી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં ધ્રુણાસ્પદ બનાવ સામે આવ્યો છે જેની વિગત મુજબ, આરંભડા ગામે રહેતા એક પરિવારની સાત વર્ષ ત્રણ માસની ઉમરની માસુમ બાળકી પર ઓમ ટ્યુશન કલાસીસમાં એક દાઢી વાળા સખ્સ અને આરંભડામાં જય અંબે સોસાયટીમા રહેતો લાલો મુસલમાન નામના સખ્સએ છેલ્લા પંદર દિવસના ગાળામાં જુદા જુદા સમય ટ્યુશન ક્લાસ અને વિભાબેન મયુરભાઇ મોદીના રહેણાંક મકાને લઇ જઈ તેની સામે અભદ્ર વર્તન કર્યું હતું. દાઢી વાળા સખ્સએ ઓમ ટ્યુશન ક્લાસીસમાં જ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમજ આરોપી લાલાએ વિભાબેનના ઘરે બાળકી પર દુષ્કર્મ કર્યું હતું.

આરોપીઓએ બાળકીના હાથ પાછળથી બાંધી મોઢે મુંગો દઇ, કપડા કાઢી, ગુપ્ત ભાગે આંગળી ફેરવી ગુપ્ત ભાગે કુચેષ્ટાઓ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બંને સખ્સો પોતાની સાથે અજુગતું કરતા હોવાની બાળકીએ ઘરે વાત કરતા બાળકીના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને સખ્સ ઉપરાંત મહિલા સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આરોપીઓની ઓળખ મેળવી પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here