આખરે આતુરતાનો અંત: જામનગરના મેયર તરીકે આ મહિલાની પસંદગી, સ્ટેન્ડીગ ચેરમેન બન્યા આ કોર્પોરેટર

0
667

જામનગર : જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપાએ આજે વિધિવત રીતે પદાધિકારીઓની જાહેરાત કરી દીધી છે. પ્રથમ અઢી વરસ માટે શહેરના પ્રથમ નાગરિક તરીકે બીનાબેન કોઠારીની પસંદગી કરવામાં આવી છે. જયારે ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર અને સ્ટેન્ડીગ ચેરમેન તરીકે મનીષ કટારીયાની પસંદગી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ૬૪ બેઠકો પૈકી ૫૦ બેઠકો કબજે કરી તોતિંગ બહુમતી સાથે સતા જાળવી રાખી છે. પ્રસાસન દ્વારા અગાઉથી  જ નક્કી કરાયા મુજબ પાંચ વર્ષની શાસન પ્રક્રિયામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકે સ્ત્રી અનામત અને ત્યારબાદના સમયગાળા માટે એસટી કોર્પોરેટર માટે અનામત રાખવામાં આવી છે. ૨૩મી ફેબ્રુઆરીના આવેલા પરિણામો બાદ અનામતના રોટેશન મુજબ કોણ પદાધિકારી બનશે તેની ચર્ચાઓ તેજ બની હતી. કોર્પોરેટર તરીકે સિનીયોરીટી, રાજકીય કારકિર્દી, પ્રજામાં વિશ્વાસ અને પક્ષ થતા કાર્યકર તરીકે કરેલી કામગીરી તેમજ જ્ઞાતિના સમીકરણને ધ્યાને રાખી પદાધિકારીઓની પસંદગીએ ભાજપ હાઈ કમાંડના એથીક્સમાં આવે છે. આ બાબતોને લઇને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે સીનીયર કોર્પોરેટરોએ અંતિમ ઘડી સુધી લોબિંગ કર્યા  હતા. જો કે બે દિવસ અગાઉ જ ભાજપની પાર્લામેન્તરી બોર્ડ મીટીંગમાં જ આગામી પદાધિકારીઓના નામની ચર્ચાઓ થઇ હતી. આજે શહેર પ્રભારી ધનસુખ ભંડેરી અને શહેર ભાજપ સંગઠનની ટીમ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મનીષ કટારીયાના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ નામ જાહેર થતા જ નવનિયુક્ત પદાધિકારીઓ પર ફૂલહારની વર્ષા કરવામાં આવી હતી. તો બીજી તરફ પદાધિકારીઓની રેસમાંથી ફેકાઈ ગયેલ કોર્પોરેટરોએ કહેવા ખાતર હસતા મોઢા રાખી નવનિયુક્ત ટીમને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here