જામનગર : નોકરી કરી પરત ફરતા શિક્ષકને આંબી ગયું અર્ધ રસ્તે મોત, આવું છે કારણ, શોકનો માહોલ

0
468

જામનગર : જામનગરમાં ધુવાવ ગામ નજીક નોકરી પૂરી કરી પરત જામનગર તરફ ફરી આવી રહેલ યુવાનને ખેંચ ઉપડતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. જામનગર રહેતા શિક્ષક ખીજડીયા ગામે ફરજ પૂરી કરી પરત ઘરે આવતા હતા ત્યારે ખેંચ આવતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર નજીક રાજકોટ હાઇવે રોડ પરના ઘુવાવ ગામ પાસે સુરેશભાઇ લાધભાઇ સોનગ્રા ઉ.વ. ૪૬ રહે શ્યામ નગર ગોકુલ નગર જામનગર વાળાને એકાએક ખેંચ (વાઈ) ઉપડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ધુવાવ રહેતા ભાઈ રમેશ સોનગરાએ પંચકોશી એ ડીવીજન પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં જામનગર રહેતા મોટા ખીજડીયા ગામે શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ગઈ કાલે નોકરી પૂર્ણ કરી પરત જામનગર જઈ રહ્ય હતા ત્યારે આ ઘટના ઘટી હતી. મૃતકને છેલ્લા ત્રણ વર્ષ થી ખેચ (વાઇ) ની બીમારી હોવાનું પણ જાહેર થયું છે. મૃતક ખીજડીયા ગામે થી પોતાની  શીક્ષક તરીકેની નોકરી  પુરી કરી રીક્ષામા બેસી જામનગર આવતા હતા ત્યારે વાઈ આવી હતી. આ બનાવના પગલે સતવારા પરિવાર અને શિક્ષક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here