દ્વારકા : કોરોનામાં મોભીનું મૃત્યુ થયાના બીજા જ દિવસે ઘરના ત્રણ સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, અરેરાટી

0
856

જામનગર : દેવભૂમિ દ્વારકામાં ગઈ કાલે એક પરિવારના મોભીનું કોરોનાની સારવાર દરમિયાન થયેલ મૃત્યુ બાદ આજે મૃતકના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા સનસનાટી મચી  જવા પામી છે. મોભીના મૃત્યના આઘાતને લઈને પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કોરોનાએ અનેક પરિવારના માળા પીંખી નાખ્યા છે. એક જ પરિવારના એક થી વધુ સભ્યો કોરોનાએ ભરખી લીધાના અનેક બનાવો બન્યા છે. ત્યારે દ્વારકામાં કોરોનાએ એક જ પરિવારનો હરિયાળો માળો વીખી નાખ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ દ્વારકામાં રહેતા એક માજન પરિવારના મોભીની ગઈ કાલે કોવીડની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘરના મોભીનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ આઘાત પરીવાર જીરવી શક્યો ન હતો. ગઈ કાલે અંતિમ સંસ્કાર બાદ આજે રાત્રી થી સવાર સુધીના ગાળા દરમિયાન મૃતકના પત્ની અને તેના બે પુત્રોએ સામુહિક આપઘાત કરી લીધાની વિગતો સામેં આવી છે. આ ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોચી છે. વધારે વિગતો મેળવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here