અધમ: સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય આચરી-વિડીઓ ઉતારી આરોપીએ યુવાન પાસે માંગ્ય પાંચ લાખ રૂપિયા !!

0
849

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા એક યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર એક સખ્સે વિડીઓ વાયરલ કરી દેવાની ધમકી આપી અન્ય બે સખ્સોની મદદથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ  છે.

ખંભાલીયા ખાતે જીવીજે હાઈસ્કુલ સામે રહેતા એક યુવાન સાથે આરોપી યુસુફ અલીમામદ ચાકીએ બદનામ કરવાની ધમકી આપી તેમની મરજી વિરૂધ્ધ સુષ્ટી વિરૂધ્ધનુ કુત્ય આચર્યું હતું. તા. ચારના રોજ આ કૃત્ય આચરી આરોપીએ મોબાઈલમાં વિડીઓ શુટિંગ પણ કરી લીધું હતું. ત્યારબાદ આરોપી યુસુફે ભોગગ્રસ્ત યુવાનને પોતાની દુકાને બોલાવ્યો હતો. જ્યાં આરોપી તથા અન્ય બે આરોપીઓ તલા ઇબ્રાહીમ ખાખી અલ્ફાજ હાજી ખફી સાથે મળી ત્રણેયએ અગાઉ સુષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય કરેલ તેનો વિડીયો પોતાની પાસે હોવાનુ જણાવી રૂપીયા પાચ લાખની બાળજબરીથી માગણી કરી હતી. જો તેમને રૂપિયા નહી આપે તેમની પાસે રહેલ આ વિડીયો વાયરલ કરી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવાને ત્રણેય સખ્સો સામે ગઈ કાલે ખંભાલીયા પોલીસ દફતરમાં આઈપીસી કલમ ૩૭૭,૩૮૪,૫૦૬(૨),૧૧૪,૫૧૧  મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવે સમગ્ર હાલારમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસે ત્રણેય  આરોપીઓ સુધી  પહોચવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here