અનૈતિક સબંધનો અંત : માતા સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પુત્રએ યુવાનને વેતરી નાખ્યો

0
2461

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામે ગઈ કાલે થયેલ યુવાનની હત્યા  પરથી પરદો ઊંચકાયો છે. જેમાં આરોપીની માતા સાથેના મૃતકના અનૈતિક સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. માતા સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પુત્રએ અન્યની મદદથી યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે.

જે યુવાનની હત્યા કરવામાં આવી તેની ફાઈલ તસ્વીર

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામે ગઈ કાલે મોડી રાત્રે અગ્યારેક વાગ્યે ખારીવાડી વિસ્તારમાં રણમલ પબા પઠાણના ઝુપડે દેવળીયા ગામના જ છગનભાઇ દેવાભાઇ વરુ ઉ.વ.૩૬ નામના યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. આ બનાવની સવારે જાણ થતા કલ્યાણપુર પોલીસ સ્થળ પર પહોચી હતી અને મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક અને ઝુપડા ધારકની માતાના અનૈતિક સબંધમાં યુવાનની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને મૃતકના ભાઈ ઘેલુભાઇ દેવાભાઇ વરૂએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક ભાઈ છગનભાઇને વરુ આરોપી રણમલભાઇ પબાભાઇ પઠાણની માતા લાભુબેન સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સંબંધ બંધાયા હતા. દરમિયાન તા.૦૫/૦૫/૨૦૨૧ ના રાત્રીના સાડા અગીયારેક વાગ્યે માતા અને મૃતકને આરોપી રણમલ પોતાના ઘરે કઢંગી હાલતમાં જોઇ ગયો હતો. આ બાબતને લઈને આરોપી રણમલે અન્ય આરોપી મેરુભાઇ રામાભાઇ લાડક રહે.વડાળા તા.જી. પોરબંદર વાળાની મદદથી ગત રાત્રે જ મૃતક પર ધારીયા વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે જીવ લેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું  હતું. આ બનાવમાં આરોપી મેરુએ મદદગારી કરી હતી. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. પોલીસે બંનેની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here