
દ્વારકા નજીક સોમનાથ ધોરીમાર્ગ પર બરડીયા ગામના પાટિયે નવી આકાર પામતી હોટેલના કામમાં દખલ રૂપ બની બરડીયા ગામના ત્રણ પિતા પુત્ર સહિતના ચાર શખ્સોએ સાઇટ સુપરવાઈઝરને ધાકધમકી આપી ફડાકા વાળી કરી 10,000 ઉપરાંતની રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. લૂંટ ચલાવી નાસી ગયેલા શખ્સોએ અનેક વખત ધાકધમકીઓ આપી હતી. નાશી ગયેલ આરોપીઓને શોધવા માટે દ્વારકા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કર્યા છે.

દ્વારકા રહેતા અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા નિર્મલભાઇ સામાણી ની સાથે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા જય કિશનભાઇ વિઠલાણી એ આ બનાવ અંગે દ્વારકા પોલીસ દબત્તરમાં બરડીયા ગામના ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં નિર્મલભાઇની બરડીયા ના પાટિયા નજીક બનતી ફન હોટલમાં જયકિશન ભાઈ સુપરવાઇઝર તરીકેનું કામ કરી રહ્યા છે. હોટલ બનાવવાનું કામ શરૂ થયું ત્યારથી રડીયા ગામના વર્પાભાઈ ધીરાભાઈ નાગેશ, રામભાઈ જીવણભાઈ નાગેશ, અશોક વરપાભાઈ નાગેશ, વિનોદ ભરપાભાઈ નાગેશ નામના ચાર શખ્સો અવારનવાર સાઈટ પર આવતા હતા અને જય કિસાનને ધમકાવતા હતા. ‘અમારા ગામની હદમાં હોટલ બનાવવી હોય તો અમને પૈસા આપવા પડશે અને અમે જેમ કહીએ તેમ કરવું પડશે.’ આવી રીતે અવારનવાર આવતા આ શખ્સોને જયકીશનભાઈએ નિર્મલભાઈ સામાણી સાથે વાત કરવાનું કહેતા હતા. ગઈ કાલે કાર સાથે આવેલ આ શખ્સોએ જયકીશનને આંતરી લઈ ફરી ધમકાવ્યા હતા, કેમ ભાઈ અમે તને કીધું એ નથી સમજાતું કામ ચાલુ રાખવું હોય તો રૂપિયા રોકડા કરો.

આરોપીઓએ રૂપિયાની માંગણી કરતા જયકિશન ભાઈએ ફરી નિર્મલભાઇ સાથે વાત કરવાનું કહ્યું હતું જેને લઈને ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ બીભસ્તો ઘણીવિલાસ હાજરી વર્પા ભાઈ અને રામભાઈએ ધોકા ઉગામી કહેલ કે રૂપિયા આપવા નહીં તો અહીં જ પતાવી દેશું. દરમિયાન વર્પા ભાઈ સાથેના અશોકભાઈ તથા વિનોદભાઈએ બંને હાથ પકડી રાખી વડપાભાઇએ તમાશા વાડી કરી હતી અને પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી રૂપિયા 500ના દરની 10,500 ની કિંમતની 21 નોટ લૂંટી લઈ નાસી ગયા હતા. આ બનાવ અંગે જય કિશનભાઇએ ચારેય શખ્સો સામે દ્વારકા પોલીસને ધર્મ ફરિયાદ નોંધાવી છે.