જામનગર : કૃષ્ણ અને બલરામ તેમજ યાદવો પર મોરારી બાપુએ કરેલ વિવાદિત ટીપ્પણીનો આજે દ્વારકા જગત મંદિરે અંત આવ્યો છે. આજે મોરારી બાપુ જયારે મંદિર પરીસરે આવી સમગ્ર પ્રકરણ સંદર્ભે જયારે પત્રકારો સાથે વાતચીત કરતા હતા ત્યારે એકાએક આવી ચડેલા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે જોકે પબુભા મોરારી બાપુ સુધી પહોચે તે પૂર્વે સંસદ પૂનમ માડમે તેમને રોકી લીધા હતા. આ બાબતે પબુભાએ મીડિયા સમક્ષ કર્હ્યું હતું કે મોરારીબાપુને હું પૂછવા જતો હતો કે કેમ દ્વારીકાધીસ અને દ્વારિકાજનો વિષે આવા શબ્દો બોલ્યા છો ? સાંસદ માડમ અને અન્ય યુવાનોએ પબુભાને તુરંત રોકી લેતા અને માડમે સમજવતા હાલ મામલો થાળે પડ્યો છે પરતું આ બાબતને લઈને સાધુ સંત સમાજ વિરોધમાં આવશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.