બાલાચડી સૈનિક શાળાનું ગૌરવ, એક સાથે આટલા છાત્રો સેના અધિકારીઓ બન્યા

0
598

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરના પાંચ વિદ્યાર્થીઓ ઈન્ડીયન મિલિટ્રી એકેડેમી(આઈ.એમ.એ), દહેરાદૂન અને ઈન્ડીયન નેવલ એકેડેમી(એઈ.એન.એ),એઝિમલ્લામાંથી કમિશન થઈ અધિકારી બન્યા છે.
તાજેતરમાં 333 કેડેટ્સ આઈ.આઈ.એમ. દહેરાદૂનમાંથી સ્નાતક થઈ પાસ આઉટ પરેડનો ભાગ બન્યા હતા. તેમાં સ્કૂલના લેફ્ટિનન્ટ અભયકુમાર સિંહ, સ્કૂલ રોલ નં.5396, લેફ્ટિનન્ટ હિરેન ભેંસદડિયા, સ્કૂલ રોલ નં. 5069 અને લેફ્ટિનન્ટ સાનિધ્ય શિવમ સ્કૂલ રોલ નં.5092 કમિશન થયા હતા તથા આઈ.એન.એ. એઝિમલ્લામાંથી સબ.લેફ્ટીનન્ટ સુનિલ કુમાર યાદવ, સ્કૂલ રોલ.નં.5130 અને સબ.લેફ્ટીનન્ટ અમર પ્રેમ, સ્કૂલ રોલ.નં 4972 કમિશન પ્રાપ્ત કરી અધિકારી બન્યા. આ સમાચાર સૈનિક સ્કૂલ બાલાચડી માટે ગૌરવની ક્ષણ છે.
આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે તમામ યુવા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા તથા તેમના ગૌવરશાળી પરિવારજનોને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કેડેટ્સની સફળતાથી સૈનિક સ્કૂલ બાલાચડી અને ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને સંરક્ષણમાં જોડાવવા માટે પ્રેરણા મળશે.
આ ક્ષણે સ્કૂલના ઉપાચાર્ચ લેફ્ટિનન્ટ કમાન્ડર મનુ અરોરા, એડમ ઓફિસર સ્કોડન લિડર મહેશ કુમાર અને સ્કૂલના તમામ સ્ટાફે આ ગૌરવશાળી યુવા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here