દ્વારકા : નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના કૌભાંડનો ઘટ:સ્પોટ, સાત સામે ફરિયાદ

0
834

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વધુ એક વખત નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એલઓજી પોલીસે એક સખ્સનેને પકડી પાડ્યા બાદ આ પ્રકરણમાં સાત સખ્સોની સંડોવણી સામે આવી છે. છેલ્લા ત્રણ માસથી આ સખ્સોએ કૌભાંડ આચરી અનેક સખ્સોને નકલી ડ્રાઈવિંગ પકડાવી દીધા હોવાણી શક્યતાઓ સેવાઈ રહી છે. એસઓજી પોલીસે ઉઘાડા પાડેલ આ કૌભાંડમાં સાચી દિશામાં તપાસ થશે તો સંખ્યાબંધ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ સામે આવશે એવી પણ સંભાવનાઓ પોલીસ સુત્રોએ વ્યક્ત કરી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નકલી ડ્રાઈવિંગ દ્વારા અમુક સખ્સો ઠગાઈ કરવાના ઈરાદે કૌભાંડ ચલાવી રહ્યા હોવાની એસઓજીને હકીકત મળી હતી જેના આધારે એસઓજીના સ્ટાફે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયન ગઈ કાલે એસઓજીએ દ્વારક-ઓખા વચ્ચેના વરવાળા પાસેથી દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સુલતાન અયુબભાઇ સુમારભાઇ સોઢા સહિતના સખ્સોને આંતરી લીધા હતા. સુલતાન ઉપરાંત સલાયાના રીઝવાન રસુલ અંસારી જુનુસ ઓસમાણ મોખા રહે સલાયા અને બેટના અલી હસન સપ, દ્વારકામાં રોજીના દંગામાં રહેતા જાવીદ હારૂન સપ, ઇકબાલ વલીમાંમદ સુંભણીયા રહે દ્રારકા અને નજીર તાલબ સંધાર રહે ઓખા વાળા સખ્સોના કબ્જામાંથી બનાવતી ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. આ આરોપીઓએ અંગત ફાયદા માટે બનાવટી ખોટા ડ્રાઇવીંગ લાઇન્સન્સ બનાવી, કોઇપણ રાજય સેવક તેની ફરજ દરમ્યાન ડ્રાઇવીંગ લાઇન્સન્સની માંગણી કરે ત્યારે ઠગાઇ કરવાના ઇરાદે આ લાયસન્સ નો ખરા તરીકે ઉપયોગ કરી, ખોટા હોવાનુ જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કરી અને આરટીઓ અધીકારીની સહી લાયન્સન્સમા ઉપયોગમા લઇ ખોટા લાઇન્સન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને એસઓજીના કોન્સ્ટેબલ વાનારીયાએ દ્વારકા પોલીસમાં ઉપરોક્ત આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૪૭૪,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી  છે. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો દ્વારકા જીલ્લામાં અનેક બોગસ લાયસન્સ સામે આવી શકે છે. આરોપીઓએ કેવી રીતે લાયસન્સ બનાવ્યા છે ? અન્ય ક્યા ક્યા સખ્સોની  સંડોવણી છે તેનો  તાગ મેળવવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here