દ્વારકા: તીન પતીના જુગારમાં ચીટીંગ? પન્ટરોએ પન્ટરોને ગોંધી રાખી, પૈસા પડાવ્યા

0
785

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના સુરજકરાડી ગામે ત્રણ સખ્સોને ગોંધી રાખી અન્ય ત્રણ સખ્સો એ ધાક ધમકી આપી, ધોલ ધપાટ કરી રૂપિયા અડધો લાખ ઉપરાંતની રકમ વસુલી લીધી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણનો વિડીઓ વાયરલ થયા બાદ ફરિયાદ સામે આવી છે. જુગાર રમતી વેળાએ ત્રણેય સખ્સોએ ચીટીંગ કર્યું હોવાની શંકા જતા આરોપીએ આ ગુનો આચાર્યો હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં સુરજકરાડી ગામે ત્રણ દિવસ પૂર્વે હિરેનભાઇ કરશનભાઇ ચાનપા, કીશોરભાઇ અને ઇમરાન એમ ત્રણેય જણા પ્રકાશ અને રાજ સાથે અગાઉ જુગાર રમ્યા હતા. જેમાં આરોપીઓએ હિરેન પાસેથી રૂપીયા લુંટી લેવાનું પુર્વે આયોજીત કાવતરૂ કરી, આરોપી રાજ ચાનપા અને કિશોર તથા ઇમરાનને આરોપી પ્રકાશ કારાણીના ઘરે બોલાવી બંન્ને આરોપીઓએ ગોંધી રાખી, માર મારી, જુગારમાં ચીટીંગ કરેલાનો આક્ષેપ મુકી પૈસા પાછા આપવાનું કહી, રોકડા રૂ.૧૫૦૦૦ લુંટી લઇ તેમજ ગુગલ-પે થી રૂ.૩૮૦૦૦ અને ATM થી રૂ.૨૦,૦૦૦ મેળવી લઇ, વધુ પૈસાની માંગણી ચાલુ રાખી રોકડા રૂ.૩૫,૦૦૦ તથા ૧૯,૦૦૦ એમ મળી રૂપિયા ૮૯ હાજર મેળવી લીધા હતા.  જુગારમાં ચીટીંગને અન્ય બે આરોપીઓ દેવાયતભાઇ વીકમા રહે. મકનપુર થતા દેવાભાઇ વેજાભાઇ ચાનપા રહે. મીઠાપુર  વાળાએ વાત વહેતી કરી હોવાનું સામે આવ્યું છે. જુગારમાં ચીટીંગ લઈને અને વસુલીને લઈને આરોપીઓનો વિડીઓ વાયરલ થયા બાદ આ ઘટનાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here