જામનગર: કુખ્યાત રજાક સોપારી સહીતનોએ કોર્ટ બિલ્ડીંગમાં જ વકીલ અને તેના અસીલને આપી ધમકી

0
5354

જામનગર: જામનગરમાં જૂની કોર્ટ ખાતે વકીલ અને તેના અસીલને કુખ્યાત રજાક સોપારી અને તેની સાથેના બે સખ્સોએ કેસ પરત ખેચી લેવા કહી ધાક ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. જમીન અરજીના કામે કોર્ટમાં આવેલ અસીલ અને વકીલને આરોપીઓએ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં કોર્ટના લાલ બિલ્ડીંગમા પહેલા માળે બક્ષિસાહેબની કોર્ટની બહાર ઇશાકભાઇ ઇબ્રાહીમભાઇ હુંદદા રહે-તાલબ કોલોની, સિકકા ગામ તા-જી- જામનગર અને તેના વકીલ શકીલભાઇ ઓસમાણભાઇ નોયડા ઉભા હતા ત્યારે ઉમર ઓસમાણભાઇ ચમાડીયા,તેનો નાનો ભાઇ, રજાક સોપારી રહે-બધા બેડી વાળા આવ્યા હતા, આરોપીના સંબંધી અખ્તર અનવરભાઇ ચમાડીયાની કોર્ટમા જામીન અરજી હોય જે જામીન અરજીના કામે ઈશાકભાઈ કોર્ટમા આવેલ હોય અને કોર્ટ કાર્યવાહી પુરી થતા તેઓ તેના વકીલ શકીલભાઇ ઓસમાણભાઇ નોયડા સાથે કોર્ટ બહાર લોબીમા જતા ત્યારે ત્રણેય આરોપીઓએ એકસંપ કરી આવી ઇશાકભાઈ તથા તેમના વકીલને રસ્તામા રોકી રાખી, ગેર કાયદેસર અવરોધ કરી, આ કેસ પાછો ખેંચી લેવા કહી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટ પરિસરમાં જ આરોપીઓએ ધમકી આપતા ઇશાકભાઈએ ત્રણેય સામે સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here