કાલાવડ: ત્રણ કથિત પત્રકારોએ હોટેલ સંચાલકને ધમકી આપી, કારણ છે આવું

0
3032

જામનગર: કાલાવડ તાલુકા મથક આવેલ એક હોટેલમાં ત્રણ કથિત પત્રકારોએ પહોચી, ફૂડ લાયસન્સ માંગી, ધાક ધમકી આપતા મામલો પોલીસ દફતરે પહોચ્યો છે. પોલીસે ત્રણેય સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે મામલો વીસ દિવસ પૂર્વેનો હોવાનું ફરિયાદમાં ખુલવા પામ્યું છે. ત્રણ પૈકીના એક મહાશ્યને મફતમાં જમવાનું આપવાની ના પાડતા આ મામલો પીળા પત્રકારત્વ સુધી પહોચ્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે જામનગર રોડ પર ચાર ભાગીદારોએ ક્રિષ્ના રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ નામની ખાણી પીણીની હોટલ ઉભી કરી વ્યવસાય શરુ કર્યો છે. ગત તા. ૩/9ના રોજ હોટેલ સંભાળતા ભાગીદાર નીલેશભાઇ ભીખાભાઇ ગાંડુભાઇ વેકરીયા પોતાની હોટેલ પર હતા ત્યારે એક સખ્સ જમવા માટે આવ્યો હતો. હોટેલના નિયમ મુજબ પ્રથમ ટોકન લીધા બાદ થાળી પીરસવામાં આવે છે. આ મહાસય ટોકન લીધા  વિના જ જમવા બેસી ગયા, જેને લઈને નીલેશભાઈએ તેઓને ટોકન લેવાનું કહ્યું હતું. હોટેલ સંચાલકના આ કહેણથી મહાસય ઉસ્કેરાઈ ગયા હતા. ‘તું મને ઓળખેશ? મારું નામ પ્રકાસ બસિયા છે? પ્રેસ રિપોર્ટર છું ? મારી પાસેથી રૂપિયા કેમ મંગાય? હવે તું જો તારી હોટેલ કઈ રીતે ચાલે છે?’

આમ કહી જે તે સમયે આ સખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો.ગઈ કાલે આ સખ્સ પ્રકાશભાઇ બસીયા તથા ધમેશભાઇ ગોહેલ તથા હરસુખભાઇ ગોહેલ રહે-બધા કાલાવડ વાળા હોટેલ પર આવ્યા હતા. આ ત્રણેય સખ્સોએ પોતાનુ પ્રેસ રીપોર્ટર તરીકેના આઇકાર્ડ બતાવી, મોબાઈલ રેકોર્ડીંગ શરુ કર્યું હતું અને નીલેશભાઈ પાસે ફુડનુ લાઇસન્સ માંગી, તુ પત્રકારો પાસે જમવાના પૈસા માંગે છે? તારી હીમંત કેવી રીતે થઇ? તેમ કહીને ત્રણેય આરોપીઓ ભુંડી ગાળો આપી હતી. ‘તુ હવે બહાર નીકળ એટલે લોખંડનુ બખ્તર પહેરીને નીકળજે. બાકી તારા હાથ પગ ભાંગી જશે અને હજી પણ વધુ હવા કરીશ તો જાનથી પણ હાથ ધોઇ બેસીશ’ તેવી જાનથી મારી નાખવાની ગુનાહીત ધમકી આપી હતી. ત્યારબાદ ત્રણેય સખ્સો હોટેલ પરથી નાશી ગયા હતા.  આ બનાવ અંગે નીલેશભાઈએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ  નોંધાવી છે જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here