દ્વારકા જઇ રહેલ પદયાત્રીને કારચાલકે અડફેટે લીધા

0
560

દ્વારકામાં હોળીના તહેવારને લઇને ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લાખોની જનમેદની ઉમટી પડશે.દર વર્ષે હજારો લોકો વિવિધ જગ્યાએથી દ્વારકા પગપાળા જતા હોય છે. આ વર્ષે પણ પદયાત્રીઓ દ્વારકા પગપાળા જઇ રહ્યા છે. પદયાત્રી સંઘમાં જઇ રહેલા બે યુવકોને કારચાલકે ઠોકર મારતા હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાથી લીંબડી વચ્ચે આવેલ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર થી એકદ કિમી પહેલા ગુરગઢથી રણજીતપુર ગામ વચ્ચે ગત તા. ૧૨મીના રોજ અકસ્માતની ઘટના ઘટી હતી. હોળી પૂર્વે રાજ્યભરમાંથી પદયાત્રુઓ દ્વારકા તરફ કુચ કરી રહી હતા ત્યારે ઉપરોક્ત સ્થળે જીજે ૦૬ એફ કે ૨૫૭૬ નંબરની પુર ઝડપે દોડતી સફેદ કલરની મારૂતી કંપનીની કારના ચાલકે પોતાની કાર સ્પીડે ચલાવી સુરેન્દ્ર જીલ્લાના સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના પદયાત્રી જયદીપ હરજીભાઈ સોળમીયા ઉવ ૧૮ નામના યુવાનને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો.

જેમાં જયદીપને માથામા જમણી બાજુ તથા પગ મા અને વાસાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આં બનાવ બાદ કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે લાંબા સમય બાદ ઘાયલના પિતાએ આરોપી કાર ચાલક સામે કલ્યાણપુર પોલીસમાં આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮, તથા  એમ.વી.એક્ટ કલમ  ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here