જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલતા અનેક કૌભાંડો અને પોલીસની મીઠી નજરને લઈને અનેક વખત આક્ષેપ થતા રહ્યા છે પરંતુ ક્યારેય કાગળ પર કઈ આવ્યું જ નથી. તાજેતરમાં રેંજ પોલીસની કાર્યવાહી બાદ જીલ્લા પોલીસ ખાતામાં થોડો સળવળાટ થયો અને કલ્યાણપુર પીએસ આઈને તાત્કાલિક અસરથી લીવ રિજર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ખનીજ ચોરી અંગે જામનગર જીલ્લા પોલીસને તપાસ સોંપવામાં આવતા સ્થાનિક પોલીસની કિરકિરી થઇ હતી.
જુગાર, દારૂ અને ખનીજ ચોરી માટે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસની છાપ સામાન્ય સમાજમાં સારી નથી એમ ચોરેને ચૌટે થતી ચર્ચાઓ સાબિતી આપે છે. એમ નથી કે પોલીસ કામ નથી કરતી પોલીસ કામ કરે જ છે પણ અમુક સમય અને દેખાવ પુરતી જ કામગીરી થતી હોવાનો તાજેતરમાં બે કિસ્સા સામે આવ્યા હતા. એક તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોય અને એ વા છેક આર આર સેલ પોલીસ સુધી પહોચી જતી હોય તો સ્થાનિક પોલીસ સુધી કેમ નહી ? બીજું ટ્રકો ભરાઈને જીલ્લામાં દારૂ ઠલવાતો હોવાનો ઈતિહાસ ગવાહી પૂરે છે ત્યારે રેંજ પોલીસની કાર્યવાહી બાદ દ્વારકા એલસીબીએ એક ટ્રક દારૂ પકડી પાડ્યો હતો !!! જો કે આ કાર્યવાહી પણ રેંજ પોલીસની કાર્યવાહી થયેલ આ કાર્યવાહી સામે ખુદ પોલીસવર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
હાલ બોકસાઈટ કૌભાંડ અને દ્વારકાનું ચર્ચાસ્પદ જુગાર પ્રકરણના પડઘા શાંત થઇ ગયા છે ત્યારે જ ભાટિયા પોલીસ દફતરના પીએસઆઈની થયેલ બદલી બાદ તેઓને તાત્કાલિક ચાર્જ છોડી દેવા હુકમ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ આ એક પોલીસ દફતરી કાર્યવાહીનો ભાગ છે પણ સુત્રોનું માનવામાં આવે તો મહિલા પીએસઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચ થોડા સમયથી તાલમેલ બંધ બેસતો ન હોવાથી તેઓને તાત્કાલિક છુટ્ટા કરી ખંભાલીયા મહિલા પોલીસ સ્ટેશનમાં સ્થાન લઇ લેવા કહી દેવામાં આવ્યું છે.
આ તો જો અને તો જેવી ચર્ચાઓ છે. પોલીસ કહે છે કાયદેસરની પ્રક્રિયાનું અનુસરણ થયું છે જયારે સુત્રો આ પ્રક્રિયાને અલગરૂપ થી જુએ છે. સાચું જે હોય તે પણ એક વાત નક્કી છે કે રેંજ પોલીસના દરોડા બાદ દ્વારકા પોલીસમાં એક પ્રાકારનો ડર જરૂર ઘર કરી ગયો છે.