જામનગરથી ઝડપાયું છ કરોડનું ડ્રગ્સ, મોટું રેકેટ હોવાની સંભાવના

0
1407

જામનગરમાં યુવાધનને ખોખરુ બનાવતા ડ્રગ્સ રેકેટનો વધુ એક વાર પર્દાફાશ થયો છે. એનસીબી અને નેવલ ઇનટેલિજન્ટની ટીમને શહેરના શરૂ સેક્શન રોડ પર થી એક શખ્સને 10 કિલો એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે આ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સો ની સંડોવણી ખુલવા પામી છે.

યુવાધનને ખોખલું કરતા અને દેશને બરબાદ કરતા ડ્રગ્સ રેકેટ પર દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ પડી છે ત્યારે જામનગર આજે શહેરના શરૂ સેક્સન રોડ પર કાર્યવાહી કરી હતી.
જામનગર નેવલ ઇન્ટેલિજન્ટ ટીમને મળેલી ચોક્કસ હકીકતના આધારે આજે ટીમ દ્વારા શહેરના આશાપુરા હોટેલ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને આંતરી લેવામાં આવ્યો હતો.


નેવલ ઈન્ટેલિજન્ટની ટીમ દ્વારા આ શખ્સની તલાસી લેવામાં આવી હતી. જેમાં તેના કબજાના થેલામાંથી જુદા જુદા પેક કરેલા પેકેટ મળી આવ્યા હતા.આ પેકેટને ખોલતા જ તેની અંદરથી એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને તંત્ર દ્વારા આ શખ્સની અટકાયત કરી લેવામાં આવી હતી અને મળી આવેલા જથ્થાનું ચોક્કસ વજન કરવામાં આવ્યું હતું જેમાં આ જથ્થો આશરે 6 કરોડ રૂપિયાની કિંમતનો અને ૧૦ કિલો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને નવલ ઇન્ટેલિજન ની ટીમ દ્વારા પકડાયેલા શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોની સંડવણી ખોલવા પામી છે હાલ આરોપીની સામે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ પ્રકરણમાં વધુ ડ્રગ્સ પકડવાની પણ શક્યતા સેવાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here