દ્વારકા: જગત મંદિરની બાજુમાં અનેક ગેરકાયદે બાંધકામો, કૃપા કરીને ધ્યાન આપો

0
621

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેર કાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ બાંધકામ પર પણ નજર કરવા રિલાયન્સના નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું છે. આર્ક્યોલોજી હસ્તકના આ મંદિરની સો મીટરની ત્રિજીયામાં કોમર્શીયલ અને રહેણાંક સહિતના અનેક બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા છે. અનેક વખત આ મુદ્દે ચર્ચાનો પણ વિષય બન્યો છે. પરંતુ નક્કર કાર્યવાહી ઉધીને આંખે વળગે છે એ એ છે કે દરેક વખતે તંત્ર આંખ આડા કાન કરતુ આવ્યું છે. હવે જયારે બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડીમોલીશન હાથ ધર્યું છે ત્યારે અહી જગતમંદિર આસપાસ ધ્યાન આપવા વધુ એક વખત ટકોર કરવામાં આવી છે.

વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા દેવાલય જગતમંદિર દ્વારકામાં દરરોજ દેશવિદેશથી ભાવિકોનો પ્રવાહ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને આવે છે. આ પ્રવાહનો લાભ લેવા જગત મંદિર આજુબાજુ અનેક દબાણો ખડકાઈ ગયા છે. નાની મોટી જગ્યાઓ પર અનેક નાનામોટા વેપારી એકમો ખુલી ગયા છે. જેમના અનેક ગેર કાયદે હોવાના અનેક વખત આક્ષેપ થયા છે.

. અનેક વખત આ દબાણ દુર કરવા રજુઆતો પણ  થઇ છે. તંત્રની ઉદાસીનતા વચ્ચે પરિસ્થિતિ વધારે વિકટ બનતી ચાલી છે. ત્યારે તાજેતરમાં બેટ દ્વારકા ખાતે થયેલ દબાણો અંગે સરકારે વ્યવસ્થિત સર્વે કરી મેગા ડીમોલીશન શરુ કર્યું છે. આ કાર્યવાહીનો કે જગતમંદિર આસપાસના દબાણોનો ઉલ્લેખ કર્યા વગર જ રિલાયન્સના ધનરાજ નથવાણીએ માર્મિક ટવીટ કર્યું છે. ધેર આર મેની ઈલીગલ સ્ટ્રક્ચર નેક્સ્ટ ટુ જગત મંદિર, દ્વારકામ એટેન્સn પ્લીઝ,

‘દ્વારકા જગતમંદિરની બાજુમાં અનેક ગેરકાયદે બાંધકામો છે.કૃપા કરીને ધ્યાન આપો’ આ માર્મિક ટ્વીટની કેટલી અસર તંત્ર કે સરકાર પર થાય છે એ આવનાર સમય જ કહેશે, ઉલ્લેખનીય છે કે જામનગરમાં અમુક વિસ્તારમાં ચાલતી લુખ્ખાગીરી અને લાલપુર રોડની બિસ્માર હાલત બાબતે નથવાણીએ ટ્વીટ કર્યા બાદ તંત્રએ એક્શન લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here