જામનગર: સોમવારે વડાપ્રધાન જામનગરમાં, 1462 કરોડના વિકાસ કાર્યોને લીલીઝંડી આપશે

0
277

આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

જેમાં વડાપ્રધાનશ્રી જળ સંપતિ વિભાગના સૌની યોજના લિંક-૩, પેકેજ-૭નું રૂા.૭૨૯.૧૫ કરોડ, સૌની યોજના લિંક-૧, પેકેજ-૫નું રૂા.૩૧૪.૬૯ કરોડ તેમજ હરિપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂા.૧૭૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

તદુપરાંત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂા.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તથા રૂા.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળિયા-જોડીયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાને ખુલ્લી મુકશે.

જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂા.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાલપુર બાયપાસ ફ્લાય ઓવર બ્રીજ, રૂા.૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પપીંગ મશીનરી રીફર્નીસ્ડ વર્ક, રૂા.૪૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રીજ તથા રૂા.૧૪.૪૪ કરોડના ખર્ચે ૩૫ બેડ ના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here