દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પોલીસે માડી અને પીપળીયા તેમજ જાકસીયા ગામે દરોડાઓ પાડી ગઢવી શખ્સો સંચાલિત વિદેશી દારૂના નેટવર્કને ખુલ્લું પાડ્યું છે. પોલીસે પડી દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

ખંભાળિયા પોલીસે ચોક્કસ બાતમીના આધારે જાકસીયા ગામના ગૌ શાળા પાસે જાહેર રોડ પરથી પસાર થતા એક કારણે આંતરી લીધી હતી. આ કારની તલાસી લેતા અંદરથી 48 હજારની કિંમતનો 120 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘરમાં સવાર ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા ભોરા ભોજાભાઇ જામ અને ખંભાળિયામાં હરસિધ્ધિ નગર રાધે ક્રિષ્ના મંદિરની બાજુમાં રહેતા સાજા દેવાનંદભાઈ સાખરા નમના બંને સાક્ષોની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. દારૂનો જથ્થો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામશખપર ગામના બુટલેગર રાજુ નારણભાઈ રબારી પાસેથી ખરીદ કર્યો હોવાની વાત કરી જિલ્લામાં અન્ય સ્થળોએ પણ દારૂ ઉતાર્યો હોવાની કેફિયત આપી હતી.
આરોપી ભોરાએ દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે રહેતા હઠીભા ધનાભા માણેકને દારુ આપ્યો હોવાની વાત સામે આવતા મીઠાપર પોલીસ આ દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસે અઢી ઘરે રૂપિયા ૧૯૨૦૦ની કિંમતનો 48 બોટલ દારૂ પકડી પાડ્યો હતો.

આરોપી ભુરાએ દરખા જિલ્લામાં વિપુલ માત્રામાં દારૂ કટીંગ કર્યું હોવાની હકીકતો સામે આવતા પોલીસે પ્રથમ તેમના પીપળીયા ગામ વિસ્તારમાં આવેલા વાડીના રહેણા કામને દરોડો પાડયો હતો જેમાં કાન અંદરથી રૂપિયા 3,12000 ની કિંમત નો 780 બોટલ દારૂ મળી આવ્યો હતો. કલ્યાણપુર તાલુકાના મૂડી માડી ગામે કલ્યાણપુર પોલીસે કુંભા ડાડા ગંઢની વાડીએ દરોડો પાડી 573 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. રૂપિયા 2,29,200ની કિંમતના દારૂ સાથે પોલીસે કબ્જે કર્યો હતો. દારૂનો આ જથ્થો આરોપી સાજા સાખરા અને ભોળા જામે કટીંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે માડી ગામે ખારાવાડી વિસ્તારમાં દરોડો પાડી જામની વાડીમાંથી રૂપિયા 5,32,000 ની કિંમતનો 1330 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂનો આ તમામ દારૂના તમામ જથ્થો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામશખપુર ગામના રાજુ રબારી નામના સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હતી