જામનગર નજીક ડબલ સવાર બાઈક સવારોએ યુવાનને લુટી લીધો, સનસનાટી

0
665

જામનગર : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરના ખીલોસ અને ફલ્લા ગામ વચ્ચે શનિવારે સાંજે એક બાઈક ચાલકને આંતરી લઇ અન્ય બાઈકમાં આવેલ બે સખ્સોએ બાઈક ચાલકને ધમકાવી બાઈકની લુંટ ચલાવી નાશી જતા ચકચાર મચી ગઈ છે. બંને સખ્સોના ચહેરાઓ પરથી આદિવાસી શ્રમિકો હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ શરુ કરી છે.

જોડિયા તાલુકાનાના બેરાજા ગામે રહેતા અને છૂટક ડ્રાઈવીગ કરતા દેવુભા નટુભા પિંગળ ગઈ કાલે સાંજે પોતાના સાળાનું  મોટર સાયકલ લઇ બેરાજાથી ફલ્લા ગામ તરફ જતા હતા ત્યારે રાજકોટ ધોરી માર્ગ પરના ખીલ્લોસ ગામ પાસે પાછળથી બાઈક લઇ આવેલ બે સખ્સોને દેવુભાને આંતરી લીધા હતા. જેને લઈને બાઈક ઉભું રાખી દેતા બંને સખ્સોએ બીભત્સ વાણી વિલાસ આચરી, બે ફડાકા  જીકી દીધા હતા.ત્યારબાદ બંને સખ્સોએ પથ્થર લઇ મારવા આવતા દેવુભા દોડી રોડ નીચે ચાલ્યા ગયા હતા. જેને લઈને બંને સખ્સોએ દેવુભાના કબ્જાનું જીજે ૧૦ સીઆર ૯૪૭૪ નંબરનું મોટરસાયકલ લઇ ચાલ્યા ગયા હતા. દેવુભા દોડીને પીછો કરવા  જતા બંને શખ્સો એક-એક બાઈક પર સવાર થઇ નાશી ગયા હતા. આ બનાવ અંગે દેવુભાએ પંચકોશી એ ડીવીજન પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે સ્થળ પર પહોચી બંને સખ્સોની ભાળ મેળવવા તજવીજ શરુ કરી છે. બંને સખ્સોના ચહેરા અને ભાષા આદિવાસી શ્રમિક હોય એમ દેવુંભાએ અનુમાન લગાવ્યું હતું. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here