જામજોધપુર : નગરપાલિકા પ્રમુખના દિયર સહિતના શખ્સો જુગાર રમતા પકડાયા

0
757

જામનગર : જિલ્લામાં શ્રાવણીયા જુગારની ભરમાર ચાલી રહી છે. દરરોજ નામી અનામી શખ્સો જુગાર રમતા પકડી પોલીસ કાયદાનો દંડો ઉગામી રહી છે. આજે જામજોધપૂર તાલુકા મથકે દરોડો પાડી પોલીસે નગરપાલિકાના પ્રમુખના દિયર સહિત દશ શખ્સોને ત્રણ લાખની મત્તા સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ શખ્સો સામે કોઈપણ શરમ રાખ્યા વગર કાર્યવાહી કરી હતી.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે સ્થાનિક પોલીસે ફાટક પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા શહાદતખાન ઇનાયતખાન પઠાણ, વલભાઈ અરવીદભાઈ રાબડીયા,મીતલભાઈ દેવેન્દ્રભાઈ ઘેટીયા,સંજયભાઈ ઉર્ફે પીરી ભીખુભાઈ જાવીયા, દર્શીતભાઈ દીપકભાઈ નાગર, ભાર્ગવભાઈ ગીરીશભાઈ ભટ, શીવભાઈ દીપકભાઈ ખોટ, જમનભાઈ અશીભાઈ શેખા, તોફીકભાઈ હુસેનભાઈ મકરાણી, અર્જુનભાઈ પરેશભાઈ માકડીયા નામના શખ્સોને રૂ.૬૨૩૭૦ ની રોકડ સાથે તેમજ રૂ.૧,૧૫૦૦૦ તેમજ અગિયાર મોબાઈલ સહિત રૂ.૨,૯૩૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોની અટકાયત કરી હતી. જો કે અટકાયત કર્યા બાદ સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ પૈકીનો એક આરોપી જામજોધપુર નગરપાલિકાના પ્રમુખના દિયર થતાં હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે કાયદેસરની કાર્યવાહી જ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here