..તો મહાનગરપાલિકા કમિશ્નર અને ટીપીઓ સામે પણ કરપ્શન એકટ મુજબ થશે ફરિયાદ

0
675

જામનગર : જામનગર મહાનગરપાલિકાએ જે ગેરકાયદે બાંધકામ હટાવવા માટે આખરી નોટીસ આપ્યાના પાંચ વર્ષ બાદ પણ એ મિલકત અડીખમ રહેતા અને આ પાંચ વર્ષના ગાળામાં સમીકરણો બદલાઈ જતા અરજદારોએ કાયદાકીય સહારો લીધો છે. જેને લઈને કમિશ્નર અને ટાઉનપ્લાનિંગ અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરી જવાબ વાળવા કાનૂની નોટીશ ફટકારવામાં આવી છે જેને લઈને આ મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે.

શહેરના વાણીયાવાડ વિસ્તારમાં તાક ફળિયામાં રહેતા પ્રકૃતીબેન શાહ દ્વારા વર્ષ ૨૦૧૫માં મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી જે મુજબ તેની બાજુમાં રહેતા આશિષ બીપીનભાઈ પારેખ દ્વારા ગેરકાયદેશર બાંધકામ કરવામાં આવે છે એ સબંધે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને મહાપાલીકાએ તપાસ કરાવતા બાંધકામ બિનઅધિકૃત હોવાનું સામે આવ્યું હતું. જેને લઈએ જામ્યુકોએ વર્ષ ૨૦૧૫માં ઓગસ્ટ માસમાં બાંધકામ દુર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ જામ્યુકો દ્વારા જ આ જગ્યા માટે બબ્બે વખત અનધિકૃત બાંધકામ બંધ કરવામા આવ્યું હતું.

દરમિયાન વર્ષ ૨૦૧૮માં આશિષ પારેખ દ્વારા ગુપ્ત રીતે આ મિલકત રાજકીય પરીબળ ધરાવતા ઇમરાન રિજવીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. મહાપાલિકા પાસે વેચાણ દસ્તાવેજની માહિતી ન હોવાથી રેકર્ડ મુજબ આશિષ પારેખના નામે જ પત્ર વ્યવહાર કરવામાં આવ્યા હતા.

મહાપાલિકા દ્વારા લાંબા સમયબાદ વર્ષ ૨૦૧૯માં બાંધકામને અટકાવવામાં આવ્યું હતું. પારેખે મિલકત વેચાણ કરી આપી હોવા છતાં વર્ષ ૨૦૧૯માં અરજદારો દ્વારા કરવામાં આવેલ દવા સમયે આશિષ પારેખે હાજર રહ્યા હતા. આમ છતાં જામ્યુંકો દ્વારા જ આશિષ પારેખના નામે રોજ કામ કરી બાધકામ ઓજાર જપ્ત કરી લીધા હતા. આ કાર્યવાહી છતા ઇમરાન રીઝવીએ હકીકત છુપાવી હતી. આમ છતાં ઇમરાનના માણસોએ અરજદાર અને પરીવાર સામે પોલીસમાં ફરિયાદ  કરેલ હતી.

આમ છતાં અરજદાર દ્વારા તા. ૨૯/૭/૨૦૨૦ના રોજ મહાનગરપાલિકાને ઈમેઈલ અને લેખિતમાં અરજી કરી વિડીઓ પણ મોકલો આપયા છે જેમાં ગેરકાયદે ચાલતા બાંધકામ અને ઇલેક્ટ્રિક કનેક્શન અને સબમરસીબલ પંપના ફોટોગ્રાફ મોકલી આપ્યા હતા.

ગેર કાયદે બાંધકામ બાદ આશિષ પારેખ દ્વારા વેચાણ દસ્તાવેજ, મહાપાલિકા દ્વારા બાંધકામ દુર કરવા આદેશ, આ આદેશના ઉલાળ્યા બાદ મહાપાલિકા બાંધકામ દુર કરશે એવી પણ અંતિમ નોટીશ બજાવી દેવં આવી છે. આ તમામ પરિબળો છતાં બાંધકામ દુર થયું નથી. આ કૃત્ય માત્ર ફરજમાં બેદરકારી નથી પરતું ગુનાહિત મદદગારી છે એવો પણ નોટીસમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે.બાંધકામની ફી થી સરકારને આવક થાય છે ફી નહી લઇ કે બાંધકામ નહિ અટકાવી તંત્ર સરકારને જ નુકસાની પહોચાડી રહ્યુ હોવાનો પણ દાવો નોટીસમાં કરવામાં આવ્યો છે.

આ કાનૂની નોટીસમાં અંતે કહેવાયું છે કે આ બાંધકામ દુર કરી પાણીનો બોર અને સબ મર્સીબલ પંપ દુર કરશો અન્યથા મહાનગર પાલિકાને આર્થિક નુકશાની કરવા બદલ ધ પ્રેવેનશન ઓફ કરપ્શન એકટ ૨૦૧૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એમ મહાનગરપાલિકા કમિશ્નર અને ટીપીઓને સૂચિત કરવામાં આવ્યું છે. આ કાનૂની નોટીસ બાદ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મહાનગરપાલિકા અગામી સમયમાં કેવા પગલા ભરે છે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here