હેલ્લો…સોનાનો ભાવ સાંભળ્યો છે ? મોમાં આંગળા નાખી જશો

0
708

જામનગર : આમતો છેલ્લા પખવાડિયાથી સોનામાં ચળકાટ સતત નીખરતો રહ્યો છે. જેને લઈને એક મહિના પૂર્વે ૩૮ થી ૪૦ હજારમાં બોલાયેલ સોનાનો ભાવ અત્યારે ન પૂછો ભાવમાં બોલાવા લાગ્યો છે. હાલ સોનાના ભાવ આસમાને પહોચ્યા છે એમાય આજના દિવસનો ભાવ તો ઓલ ટાઈમ હાઈ બોલાયો છે જે જાણીને મોમાં આંગળા નાખી જશો.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉતાર ચડાવ વચ્ચે ભારતીય સોનાની માર્કેટમાં સતત ઉછાળો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાનો ભાવ સતત વધતો જ રહ્યો છે. આજે ભારતીય બજાર મુજબ ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામ (એક તોલા)નો ભાવ ૫૪૧૯૯ બોલાયો છે જયારે રૂપિયા ૫૩૫૬૪ રૂપિયા સુધી ઘટ્યો હતો. રૂપિયા ૫૪૧૯૪ ભાવે બજાર ખુલ્યું  હતું. જેમાં મામુલી વધારા સાથે હાઈ થયું હતું. એમસીએક્સ સાથે સંકળાયેલ તજજ્ઞોના જણાવ્યા અનુસાર સોનું આગામી પખવાડીયામાં ૬૦ હજારને પાર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here