ધ્રોલ: ૪ વર્ષીય પુત્ર પોતાનો ન હોવાની પિતાની શંકા માસુમની હત્યા સુધી દોરી ગઈ

0
1162

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ફ્રુટ વેચવાનો ધંધો કરતા સખ્સે જ પોતાના ચાર વર્ષીય માસુમ પુત્રને તળાવમાં ફેકી પતાવી દીધાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ સંતાન પૈકી અંતિમ સંતાન એવા મૃતક પુત્ર પોતાની સંતાન ન હોવાની શંકાથી પુત્રને પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે.

ધ્રોલમાં ચામુંડા પ્લોટ પાસે આવેલ સ્મશાન પાસે આવેલ તળાવમાથી બે દિવસ પૂર્વે મુનાભાઇ ભીખાભાઇ સોલંકી રહે-ચામુંડાપ્લોટ પોલીસ ચોકી પાસે ધ્રોલ વાળાના ચાર વર્ષીય પુત્ર ક્રિશ્નાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળક ગુમ થયા બાદ મૃદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે પરિવારને જાણ કરી પીએમ કરાવ્યું હતું. આ ઘટના સમયે મૃતકના પિતા ગુમ હોવાથી પોલીસને શંકા ગઈ હતી. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ કરી હતી. જેમાં બાળકની પિતા મુનાભાઈ દ્વારા જ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.

આરોપી ને પાંચ સંતાન છે. જેમાં મૃતક ક્રિશ્ના સૌથી નાનો પુત્ર હતો. ત્રણ દીકરીઓ અને બે દીકરા એમ પાંચ સંતાનમાં સૌથી મોટી પુત્રી સુરેખા ઉવ ૧૧, લીલમ ઉવ 9, શીતલ ઉવ 7, અશોક ઉવ ૪ અને અંતિમ ક્રિશ્ના, આરોપી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાઓનું મુખ્ય કારણ આરોપીનો શંકાશીલ સ્વભાવ હતો. પાંચ સંતાન પૈકી અંતિમ પુત્ર ક્રિશ્ના પોતાનો અહીં અને નાજાયજ સંતાન હોવાની શંકાથી આરોપી તેની પત્ની લલીતા સાથે અવરનવાર લડતો ઝઘડતો હતો. પોતાનો પુત્ર નહી હોવાની પાકી શંકા જતા તેને પુત્રને પતાવી દેવાનો વિચાર કર્યો હતો. દરમિયાન ઘટનાના દિવસે તેની પત્ની મોરબી ગઈ હતી. પાછળથી આરોપી ચાર વર્ષીય પુત્ર સુર્યાને લઈને સમસાન પાસે આવેલ તળાવ પાસે પહોચ્યો હતો. અને સાંજના સમયે કોઈની નજર ના પડે તેમ બાળકને તળાવમાં ફેકી દીધો હતો.

માસુમ બાળક તળાવમાં ગરક થયા બાદ આરોપી સ્થળ છોડી નાશી ગયો હતો. અને બે-ત્રણ દિવસ ઘરે પણ ફરક્યો ન હતો. દરમિયાન મોરબીથી આવેલ પત્નીએ બાળક ગુમ થયાની પોલીસને જાણ કર્યા બાદ પુત્રનો મૃતદેહ તળાવ માંથી મળી આવ્યો હતો. આરોપીની પત્ની અન્ય સંતાનો સાથે મોરબી ગઈ હતી. બે દિવસ પછી ઘરે આવેલ આરોપીએ તેના ભાઈ સમક્ષ સમગ્ર વિગતની વાત કરી પુત્રને તળાવમાં ફેકી દીધાની કબુલાત કરી હતી. જેને લઈને પોલીસે આરોપી સામે પુત્રની હત્યાનો  ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here