કૌભાંડ : વેકસીન વિના જ પ્રમાણપત્ર, સલાયામાંથી પકડાયું મસમોટું કૌભાંડ, જાણો સમગ્ર વિગતો

0
2588

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાંથી વેક્સીનેશન કરાયા વગર જ સર્ટીફીકેટ આપી દેવાનું કૌભાંડ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વિદેશ કે અન્ય રાજ્યમાં જવા માંગતા સખ્સોને એક હજાર રૂપિયામાં પ્રમાણપત્ર આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દ્વારકા એસઓજીએ સલાયાના એક અને ખંભાલીયાની હોસ્પિટલમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરતા બે સખ્સોને ઉઠવી લીધા છે અને ત્રણેય પાસેથી વેક્સીનેસન પ્રક્રિયા વગર જ ઇસ્યુ કરવામાં આવેલ સાત સર્ટીફીકેટ કબજે કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી કોરોનાની વેક્સીન લીધા વગર જ અમુક સખ્સો પાસે વેક્સીન મુકવી લીધી હોવાના પ્રમાણપત્રો હોવા અંગે સ્થાનિક એસઓજીની ટીમને ચોક્કસ હકીકત મળી હતી જેને લઈને ઇન્ચાર્જ પીઆઈ સિંગરખીયા સહીતની ટીમે આ દિશામાં એક સપ્તાહ સુધી ગુપ્ત રાહે તપાસ ચલાવી હતી. જેમાં સલાયામાં રહેતો અલ્તાફ લોરું નામનો ટ્રાવેલ એજન્ટ આ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. એસઓજી પોલીસે આજે સલાયા ખાતેથી અલ્તાફને ઉઠવી લીધો હતો તેના કબ્જામાંથી પોલીસે સાત નકલી વેકસીનેશન સર્ટીફીકેટ મળી આવ્યા હતા. જો કે આ સર્ટીફીકેટ ક્યાંથી બનાવવામાં આવ્યા છે તે અંગેની પૂછપરછ કરતા પ્રકરણના તાર જીલ્લાના વડા મથક ખંભાલીયા સુધી પહોચ્યા હતા. જેમાં જૂની હોસ્પિટલ ખાતે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતા બે સખ્સો અને અલ્તાફે મિલી ભગત કરી આ સમગ્ર રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જે રીતે અલ્તાફ સુચના આપતો તે રીતે બંને સખ્સો સર્ટીફીકેટ કાઢી આપતા હતા. અત્લાફ આ પ્રમાણપત્રને જે તે લાભાધારક સુધી પહોચાડતો હતો. એક પ્રમાણપત્રના એક હજાર રૂપિયા વસુલવામાં આવતા હોવાનું  સામે આવ્યું છે. આ ત્રણેય સખ્સોએ અત્યાર સુધીમાં અઢી સો પ્રમાણ પત્રો ઇસ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિગતવાર પૂછપરછ કરવા આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

સલાયા સહીત જીલ્લાભરના વિદેશ કે અન્ય રાજ્યમાં જવા માટે ફરજીયાત કરી દેવામાં આવેલ આ પ્રમાણપત્રને એક હજાર રૂપિયામાં ખરીદી પ્રવાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આવા કેટલા સખ્સોએ વગર વેક્સીનેશને પ્રમાણપત્ર મેળવી વિદેશમાં મુસાફરી કરી છે. તેનો તાગ નજીકના સમયમાં મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here