કચ્છના અખાતમાં લાંગરેલી શિપમાં 17 ખલાસીઓને કોરોના ? એકનું મોત

0
985

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના કચ્છના અખાતમાં મધ દરિયામાં ઉભી રખાયેલી વિદેશી શીપમાં ઇન્ડોનેશિયાના નાગરિકનું કોરોનાની બીમારીમાં મૃત્યુ થયું હોવાનું જાહેર થયું છે. જ્યારે શિપમાના ૧૭ વિદેશી નાગરિકો બીમાર પડ્યા છે. તેમાંથી પાંચ નાગરિકોને જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર ઇન્ડોનેશિયન નાગરિક શિપમાં ચીફ રસોયા તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.આ નાગરિકની અંતિમવિધિ સિક્કા ગામમાં કરવામાં આવશે તે માટે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.

કચ્છના અખાતની ફાઇલ તસ્વીર

જામનગર તાલુકાના સિક્કાના મધ દરિયા માં ઈન્ડોનેશીયાથી એક શીપ આવીને ઉભી છે. તેમાં કુલ ૧૭ ઈન્ડોનેશીયન નાગરિકો  છે. તેમાંથી એક નાગરિકનું કોરોનાની  બીમારી સબબ મૃત્યુ થતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતની જાણ જામનગર ના સબંધિત તંત્ર ને કરવામાં આવતા જ તંત્ર દોડતું થયું હતું. ઈન્ડોનેશિયાના નાગરિકનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાનું જાહર થયું છે. આથી જામનગરથી તાબડતોબ એક તબીબી ટુકડીને સમુદ્રમાં મોકલવામાં આવી હતી અને શીપમાં રહેલા અન્ય ૧૭ વિદેશી ખલાસીઓની આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવી રહી છે. જેમાં શિપના તમામ વિદેશી નાગરિકો બીમાર હોવાનું સામે આવ્યું છે. તેમાંથી અમુક કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હોવાથી આજે પાંચ વિદેશી નાગરીકને જામનગરની કોવિડ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 12 સભ્યોને શિપમાં જ કોવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઈન્ડોનેશીયન નાગરિકનું મધદરિયે મૃત્યું થયું છે. પોલીસના સતાવાર નિવેદન મુજબ આ નાગરિકનું મોત ગાંધીધામ હોસ્પિટલમાં થયું છે. સુત્રોનું માનવામાં આવે તો આજે તેમની અંતિમવિધિ જામનગર તાલુકાના સિક્કા ગામમાં કરવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર જુદી જુદી મંજુરી મેળવવા માટે વ્યસ્ત બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here