જામનગર : ટ્રાવેલ્સ ધંધાર્થી બંધુઓ પર આઠ શખ્સો તૂટી પડ્યા, કારણ છે પેસેન્જર

0
3804

જામનગર અપડેટ્સ : શહેરના એસ.ટી.રોડ પર સોનલકૃપા ટ્રાવેલ્સની સામે નવતન મેડીકલ પાસે રોડ પર ગઇકાલે છ વાગ્યે સોનલકૃપા ટ્રાવેલ્સની સામે ટ્રાવેલ્સ સંચાલક દિપકભાઇ વિરમભાઇ ધારાણી અને તેના ભાઇ પર રાયા મસુરા, રમેશ મસુરા, ભરત મસુરા, વનરાજસિંહ જાડેજા અને અન્ય ચાર શખ્સોએ છરી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

આઠેય શખ્સોએ બન્ને ભાઇઓને માર માર્યો હતો. જેમાં દિપકભાઇના ભાઇને માથાના ભાગે તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જયારે દિપકભાઇ પોતાને પણ હાથ-પગના ભાગે ઇજાઓ પહોંચતા બન્ને ભાઇઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે સારવાર લીધા બાદ દિપકભાઇએ ઉપરોકત શખ્સો સામે આઇપીસી કલમ 326, 325, 324, 323, 504, 506(2) અને રાયોટીગની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી રાયા મસુરા સાથે ટ્રાવેલ્સમાં પેશેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદના આધારે પી.એસ.આઇ નોયડાએ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here