કોવીડ હોસ્પિટલનો સ્ટાફ છે કે છે ગુંડાઓ ? દર્દીઓ સાથે ગુજારાયો અત્યાચાર, વિડીયો વાયરલ

0
831

કોવીડ હોસ્પિટલમાં તમામ જીલ્લાઓમાંથી દર્દીઓની સારવાર અને દર્દીઓની સામેના તબીબી વ્યવહારની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે રાજકોટ ખાતેની કોવિડ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલનો સ્ટાફ એક દર્દીને જમીન પર પાડી દઈ હાથાપાઈ કરતો હોવાનું દેખાઈ રહ્યું છે. વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલ સુપ્રીડેન્ટન્ટ દ્વારા સ્પષ્ટતા કરી તપાસનો આદેશ આપ્યો છે.

રાજકોટની કોવીડ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવી છે જયારે વધુ એક વખત વિવાદ ઉભો થયો છે. જેમાં તબીબી સ્ટાફ દ્વારા દર્દી પર અત્યાચાર ગુજારાતો હોવાનું સામે આવ્યું છે. દર્દી દ્વારા પાણી આપો…પાણી આપો.. તેમ કહેવામાં આવી રહ્યું છે પરંતુ તબીબી સ્ટાફ દ્વારા કોઈવાત નહિ માની તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ હોસ્પિટલ અધિક્ષક દ્વારા ખુલ્લાસો કરવામાં આવ્યો છે.જેમાં ગંભીરતાને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here