જામનગર : કાલાવડ ગ્રામ્ય પીએસઆઈના પત્ની કબજે કરાયેલ કારમાં ફરતા જોવા મળ્યા, એસપી આકરા પાણીએ

0
1676

જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા  પીએસઆઈ એસએમ રાદડીયાના પત્નીનો હાલ એક વિડીયો વાયરલ થયો છે, પોતાના પતિએ કબજે કરેલી કારમાં પીએસઆઈના પત્ની ફરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આ વિડીયો વાયરલ થઇ જતા જ એસપી શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપી દીધા છે.

જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ રાદડીયાએ ગત મહીને એક સખ્સને વિદેશી દારુ સાથે પકડી પાડ્યા હતા અને કાર કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ આ કારમાં પીએસઆઈ રાદડિયા પત્ની અને બાળકો ફરતા જોવા મળ્યા હતા તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કરવામાં આવેલ દાવા મુજબ પીએસઆઈના પત્ની ખુદ કહે છે મને ખબર નથી આ કાર કબજે કવામાં આવી છે. બીજી તરફ વિડીઓ વાયરલ થતા જ જીલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાલીએ તપાસના આદેશ આપ્યા છે. એસપીના જણાવ્યા અનુસાર આ વિડીઓની વાસ્તવિકતા સાચી હશે તો જે તે પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવશે, કબજે કરેલ કોઈ પણ મુદ્દામાલનો અંગત ઉપયોગ ન કરી શકાય એ બાબત સ્પષ્ટ છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ મુદ્દે પોલીસ તપાસ કેવી અને કઈ દિશામાં થાય છે ? હાલ આ વિડીયો વાયરલ થતા પોલીસ સામે આંગળી ચિંધાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here