છોટા રાજન : ફિલ્મી ટીકીટની કાળાબજારીથી માડી ખંડણી સુધીની સફર, પત્રકારની હત્યામાં આજીવન કેદ

0
737

જામનગર : છોટા રાજનનું કોરોનાને કારને મૃત્યુ નીપજ્યા અંગેના સમાચાર એઈમ્સ દિલ્લીના દ્વારેથી આવ્યા બાદ થોડી જ મીનીટોમાં બીજા બુલેટીન આવ્યા કે છોટા રાજન હજુ જીવે છે. ડોન અભી જિન્દા હે. જેવો માહોલ ઉભો થયો, અન્ડર વર્લ્ડના આ ડોન અંગે ઘણાય લોકો પાસે થોડી ઘણી માહિતી હશે. પણ આજે આ ડોનની ટૂંકી જીવન સફર પર જઈએ.

મુંબઈના ચેમ્બુર વિસ્તારના તિલકનગર બસ્તીમાં એક સામાન્ય પરિવારમાં જન્મ થયો રાજેન્દ્ર સદાશિવ નિખલજેનો, પ્રાથમિક શાળા અભ્યાસ દરમિયાન મન નહી લાગતા રાજેન્દ્રએ અભ્યાસ છોડી શરુ કર્યો મુંબઈની ટોકીઝ બહાર એક કા દસ…એક કા દસ..એટલે કે ટીકીટ કાળાબજારી, આ ધંધો કરતા તેનો પરિચય નાયર ગેંગ સાથે થયો અને ગુનાહિત ઈતિહાસ શરુ થયો, નાયર ગેંગના સુકાની ‘બડા રાજન’ તરીકે ઓળખાતો, નાયર ગેંગ સાથે હાથ મિલાવ્યા બાદ રાજેન્દ્રને છોટા રાજનની ઉપમા મળી, હવે રાજેન્દ્ર નહી પણ છોટા રાજન તરીકે જ ઓળખાવવા લાગ્યો, બડા રાજનના મોત બાદ છોટા રાજને ગેંગની કમાન સંભાળી હતી. સમયાન્તરે ખંડણી વશુલી, ધમકી અને મારકૂટ તેમજ હત્યા-હત્યા પ્રયાસ સબંધિત ગુનાઓની હારમાળ રચાઈ ગઈ,

નાયર ગેંગની કમાન સંભાળ્યા બાદ દાઉદ ગેંગ સાથે પરિચય થયો, સમય જતા નાયર ગેંગ દાઉદની ગેંગમાં વિલય થઇ ગઈ, હવે છોટા રાજન દાઉદનો જમણો હાથ બની ગયો અને એક પછી એક ગુન્હાઓની હારમાળા રચી ગઈ પોલીસ માટે પડકાર સાબિત થયો, દાઉદની સાથે મળી છોટા રાજને મુંબઈમાં ખંડણીનો કારોબાર વર્ષો સુધી સંભાળ્યો, હપ્તા વસુલી ઉપરાંત સ્મગલિંગ પણ કાઠું કાઢ્યો હતું. જો કે પોલીસનો સીકંજો વધુ મજબુત થાય તે પૂર્વે ૧૯૮૮માં છોટા રાજન દુબઈ ચાલ્યો ગયો હતો. દુબઈમાં સ્થાઈ થયા બાદ દાઉદ સાથે મળી ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ગેરકાનૂની કામ કરવા લાગ્યા, વર્ષ ૧૯૯૩ના મુંબઈ સીરીયલ બ્લાસ્ટ બાદ રાજને દાઉદ સાથે કિનારો કરી અલગ ગેંગ બનાવી હતી. હવે દાઉદ અને છોટા રાજ્ય  એક બીજાના દુશ્મન બની ગયા અને પોત પોતાના ગુન્હિત સામ્રાજ્યમાં સક્રિય થઇ ગયા હતા.  સતત ૨૭ વર્ષ ફરાર રહ્યા બાદ છોટા રાજન વર્ષ ૨૦૧૫માં ઇન્ડોનેશિયામાંથી પકડાયો હતો અને ભારત લઇ આવવામાં આવ્યો હતો. છોટા રાજનને મુંબઈના પત્રકાર જે ડેની હત્યા કરાવવા બદલ આજીવન કેદની સજા પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here