સાવધાન : મગફળીની લલણી કરતા ખેડૂતો સાવધ બને, ચાર દિવસ છે ભારે, પડી શકે છે વરસાદ

0
796

જામનગર : આવતીકાલથી ચોમાસાની સીજન પૂર્ણ થાય છે પણ હવામાન વિભાગ આજે વધુ એક માંઠી આગાહી કરી છે. જે મુજબ હાલારના જામનગર અને દેવભૂમિ  દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદ પડશે. જો આગાહીને ધ્યાને લેવામાં આવે તો હાલારના જે ખેડૂતો મગફળીની લલણી કરવાનું વિચારી રહ્યા  છે તે ચાર-પાંચ દિવસ થંભી જાય કારણ કે જો વરસાદ આવશે તો પાથરે પડેલ મગફળીના પાક અને પશુનો ચારો પણ હાથ નહી  લાગે. આવા સમયે હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખી ખેડૂતો સતર્કતા વર્તે તે જરૂરી છે.

આમ તો ચોમાસાની સીજન પૂર્ણ થઇ જ ગઈ છે અને ખરીફ સીજનનો પાક અંતિમ તબ્બકામાં પહોચી ગયો છે. અમુક ખેડૂતોએ લલણી કરી લીધી છે તો અમુક ગામડાઓમાં મગફળીનો પાક પાથરે પડ્યો છે તો અમુક ગામડાઓમાં ખેડૂતો મગફળીના તૈયાર થઇ ગયેલ પાકને પાથરે કરવાનું વિચારી રહ્યા છે. આવા સમયે હવામાન વિભાગ માઠી કહી સકાય તેવી આગાહી  કરી છે. આગામી તા. ૧૫ થી ૧૭ દરમિયાન ત્રણ દિવસના ગાળામાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષીણ ગુજરાતના વલસાડ, નવસારી અને ભરૂચ જીલ્લામાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢ, દ્વારકા, જામનગર, અમરેલી અને ભાવનગર સહિત સાગર કિનારે આવેલ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો વરસાદ આવે તો હાલ લલણી કરી પાથરે પડેલ મગફળીને વ્યાપક નુકસાની પહોચશે. બીજી તરફ લલણી પર આવી ગયેલ મગફળી ઉપાડવા જે ખેડૂતો વિચારી રહ્યા છે તે ચાર દિવસ થંબી જાય કારણ કે જો પાથરે કરી દેવાયેલ મગફળી પર વરસાદ પડશે તો પાક નુકસાનીની નોબત આવી પડશે તેથી જે ખેડૂતોનો મગફળી પાથરે છે તે આજના દિવસમાં સાચવણી કરી લ્યે અને લલણી કરવા માંગતા ખેડૂતો થોડા દિવસ થંબી જાય તો મોટી નુકસાની માંથી બચી સકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here