ઉકળતો ચરુ : જામનગર શહેર ભાજપમાં વિરોધ-રાજીનામાંનો દોર, ડેમેજ કંટ્રોલ થાળે પડશે કે નાવ ડૂબશે ?

0
757

જામનગર : છ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્વે જ તમામ મહાનગરોમાં ભાજપમાં સખળ ડખળ શરુ થયો છે.ક્યાંક સામે આવીને વિરોધ શરુ થયો છે તો કયાંક અંદર ખાને વિરોધ શરુ થયો છે…આવી સ્થિત વચ્ચે નવા નિયમોની અમલવારી થતા જ જામનગર ભાજપમાં ભડકો થયો છે. મોટા ભાગની સીનીયર નેતાગીરીને ઘરે બેસાડી દેવામાં આવી છે. તો અમુક ચાલુ નગરસેવકો તેમજ મજબુત દાવેદારોને ટીકીટથી વંચિત રાખવામાં આવતા વિરોધ શરુ થયો છે. પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સીનીયર નેતા કરશન કરમુરે રાજીનામું આપી દીધું છે. તો અન્ય બે મહિલા નગરસેવકો પણ બળવાના મૂડમાં છે. વિરોધના ઉઠતા સુર વચ્ચ્ચે જામનગર મહાનગરપાલિકાની ભાજપના નેતાઓ અને રાજનીતિના કેવા સમીકરણો છે ?

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે જે નવા નિયમ બનાવ્યા છે તેના કારણે 9 પૂર્વ કોર્પોરેટરો ઉપરાંત ફરી ચુંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા અને ટિકીટ માટે દાવો કરનારા અમુક ભૂતપૂર્વ મોટા માથાઓના અરમાનો પણ દિલમાં જ રહી ગયા છે. આવા નેતાઓમાં માજી મેયર કનકસિંહ જાડેજા, રાજુભાઇ શેઠ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિનેશ પટેલ, ભૂતપૂર્વ ડે.મેયર પ્રવીણ માડમ અને કરશન કરમુર તેમજ પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન મેરામણ ભાટુ…અને…શહેર ભાજપના ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પૈકી મોટાભાગનાઓ પાટીલના નિર્ણયથી ખફા છે…જો કે ખુલીને કોઈ સામે આવવા તૈયાર નથી…ઉમેદવારો જાહેર થતા જ ઉકળતો ચરુ બહાર આવ્યો છે..જો કે અમુક સીનીયર નેતાઓ પક્ષના નિર્ણયને વધાવી સાથ આપવાની વાત કરી રહ્યા છે…

પ્રદેશ ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી…..આ યાદી બાદ ભૂગર્ભમાં ચાલતો વિરોધ બહાર આવ્યો છે…..વોર્ડ નમ્બર દસમાં પૂર્વ મેયર હસમુખ જેઠવાની જગ્યાએ તેના પુત્રને ટીકીટ આપવામાં આવી છે….જેને લઈને વોર્ડના કાર્યકરો શહેર ભાજપ કાર્યાલય પહોચ્યા…..વર્ષોથી કાર્યરત કાર્યકરોને ટીકીટ આપવાના બદલે મેયરના પુત્રને વારસામાં ટીકીટ આપી દેવામાં આવી હોવાનો કાર્યકરોએ રોષ જતાવ્યો છે. જયારે વોર્ડ નંબર નવમાં મજબુત દાવેદાર એવા પૂર્વ મેયર રાજુ શેઠની દાવેદારીની નોંધ ન લેવાતા તેઓ એક સો ઉપરાંતના ટોળા સાથે આજે શહેર કાર્યાલય આવ્યા હતા અને રાજ્ય મંત્રી હકુભા જાડેજા અને શહીર પ્રમુખ વિમલ કગથરા સમક્ષ રજુઆત કરી હતી. જો કે વોર્ડ નંબર નવમાં ઉમેદવારોને લઈને આજ સાંજ સુધીમાં નવાજુનીની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ બાબતે ફેર વિચારણા નહી કરે તો નેગેટીવ પરિણામ આવશે એમ પણ કાર્યકરોએ ચીમકી આપી હતી..તો બીજી તરફ વોર્ડ નંબર છમાં જ્યોતિબેન ભરવાડીયા અને સાતમાં મિતલ ફળદુ એમ બે નગરસેવિકાઓની ટીકીટ કપાઈ જતા બંનેએ નવાજુનીના સંકેતો આપ્યા છે…અને રાજીનામાં ધરી દેતા ભાજપ માટે કપરા ચડાણ શરુ થયા છે.

જયારે વોર્ડ નમ્બર બેના ભાજપના વોર્ડ મહામંત્રી હંસાબેન ત્રીવેદી અને વોર્ડ નંબર ૧૧માંથી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખ ખાણધરના પુત્ર બીજેપી છોડી કોન્ગ્રેસમાં જોડાઈ ગયા છે. પાંચ દિવસ પૂર્વે જામનગર ભાજપમાં જે ફૂલ ગુલાબી ચિત્ર હતું તે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ કરમાતું ચાલ્યું છે. એમાય ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં ભડકો થયો છે.ભાજપનું મોવડી મંડળ આ ડેમેજ કંટ્રોલ કઈ રીતે રોકી શકે છે. ? કેવી રીતે રિસાયેલ અને કપાયેલ સીનીયરો તેમજ કાર્યકરોને મનાવે છે….? આ બાબત ચૂંટણીના પરિણામ નક્કી કરશે એ ચોક્કસ બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here