મોટો ખુલાસો : ગઢકડાના સરપંચના ભાઈએ જ પોતાની પર ફાયરિંગ કરાવ્યું, આવું કેમ કરવું પડ્યું? આવો થયો ઘટ:સ્પોટ

0
873

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે શનિવારે રાત્રે થયેલ ફાયરીંગ પ્રકરણનો ભેદ ઉકેલાઈ ગયો છે. ખુદ સરપંચના ભાઈએ જ પોતાના અને સદસ્ય પર ફાયરીંગ કરાવ્યાનું બહાર આવ્યું છે. છ માસ પૂર્વેના સરપંચના ભાઈના હત્યા પ્રકરણમાં એક સખ્સની સંડોવણી નહી ખુલતા આરોપી સરપંચના ભાઈએ ગમે તેમ કરીને આ સખ્સને ફીટ કરવા પ્લાન કર્યો હતો. ગામના જ બે ભાડુતી માણસો રોકી ફાયરીંગ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સરપંચના ભાઈ અને બંને ભાડુતી શુટરોને પકડી પાડ્યા છે. હાલ સરપંચના ભાઈ સામે પાસા સહિતના પગલા તોળાઈ રહ્યા છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે શનિવારે રાત્રે એકાદ વાગ્યે સરપંચના ભાઈ ફિરોજ ઓસમાણ સફિયા અને સદસ્ય  ઈસ્માઈલભાઈ ઉસબભાઈ સફિયા પર બાઈક પર આવેલ બે સખ્સોએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેને લઈને પોલીસે આ પ્રકરણની ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ દરમિયાન કોઈ કલુ નહી મળતા પોલીસને ફરિયાદી સરપંચના ભાઈ ફિરોજની ઉલટ તપાસ શરુ કરી હતી જેમાં સરપંચના ભાઈ ફિરોજે જ સમગ્ર બનાવ પોતે જ ઉભો કર્યો હોવાની વાત કબુલી હતી. છ માસ પૂર્વે પોતાના ભાઈની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે સરપંચના ભાઈ આ ઘટના સાથે કોઈ સબંધ નહી ધરાવતા અસરફભાઈની સંડોવણી ખુલાવવા માંગતા હતા. પરંતુ જે તે સમયે તેઓની હાજરી ધોરાજી ખાતેની હોવાના પુરાવા મળ્યા હતા. તેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.

બીજી તરફ ફીરોઝભાઈએ એનકેન પ્રકારે અસરફને ફીટ કરી દેવાના પ્લાનમાં ફાયરીંગનો પ્લાન ઘડાયો હતો. જે મુજબ શનિવારે અશરફભાઈના સસરાનું ચાલીસમુ હોવાથી તે ગઢકડા આવ્યા હતા. જેનો ફાયદો ઉઠાવી ફિરોઝભાઈએ ગામના જ હાજી ઉર્ફે શાહરૂખ વલીમામદને રૂપિયા ૨૦ હજાર અને યુનુશ ઉર્ફે યુસુફ સફિયાને રૂપિયા ૪૦ હજાર આપી જે તે દિવસે પોતાના પર ફાયરીંગ કરવાનો પ્લાન કર્યો હતો.

આ ફાયરીંગ અશરફે કરાવ્યા છે એમ સાબિત કરી અંદર કરાવવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસની તપાસમાં ફિરોજ પડી ભાંગ્યો હતો, સમગ્ર વિગતો પોલીસને આપી હતી જેને લઈને પોલીસે સરપંચ ઉપરાંત અન્ય બે શુટરસને દબોચી લીધા હતા. ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી જીગ્નેશ ચાવડાના જણાવ્યા અનુસાર ફરિયાદી આરોપી નીકળતા હવે તેની સામે પાસા અને તડીપાર સહિતના પગલા ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here